Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બોરવેલમાંથી બહાર કઢાયેલ
જામનગર તા. ૧૦ઃ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગોવાણા ગામની વાડીના ખૂલ્લા બોરમાં બે વર્ષનું બાળક પડી જતા તેને હેમખેમ બહાર કાઢવામાં આવ્યો હતો પરંતુ તેને અનેક પ્રકારની સમસ્યા જોવા મળતા હાલ તે સારવાર હેઠળ છે જ્યાં તેની તબિયત નાજુક ગણાવાઈ રહી છે.
લાલપુર તાલુકાના ગોવાણા ગામમાં વાડીમાં ખેત મજુરી કરતા પરપ્રાંતિય પરિવારનો બે વર્ષનો બાળક વાડીના ખૂલ્લા બોરમાં પડી ગયું હતું અને આશરે ૧૮ થી ૨૦ ફૂટ નીચે ફસાયુ હતું. બચાવ-રાહત કામગીરીની ટીમે મહામહેનતે બાળકને બહાર કાઢ્યું હતું અને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં મોકલી આપ્યું હતું. જ્યાં બે દિવસથી બાળકની હાલત નાજુક ગણાવાઈ રહી છે. તેને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો છે.
શરીરના અનેક અવયવોમાં તકલીફ હોવાથી તબીબ ટુકડી સતત અને સઘન સારવાર કરી રહી છે પરંતુ બાળકની તબિયતમાં હજુ કોઈ સુધારો જણાતો નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial