Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પકડાયેલા આરોપીએ અન્ય એકનું નામ આપ્યુંઃ
જામનગર તા. ૧૦ઃ જામનગરના બેડી વિસ્તારમાં એક શખ્સ ગાંજાના વેચાણ માટે આવતો હોવાની બાતમી પરથી એસઓજીએ રાખેલી વોચમાં ધરારનગરનો એક શખ્સ અડધો કિલો ગાંજા સાથે ઝડપાઈ ગયો છે. તેણે સુરતના શખ્સનું નામ આપ્યું છે.
જામનગરના બેડેશ્વર વિસ્તારમાં એક શખ્સ ગાંજાના જથ્થા સાથે આવવાનો હોવાની બાતમી એસઓજીના ચંંદ્રસિંહ, બળભદ્રસિંહ, વિરેન્દ્રસિંહને મળતા પીઆઈ બી.એન. ચૌધરીની સૂચના અને પીએસઆઈ એલ.એમ. જેરના વડપણ હેઠળ એસઓજી ટૂકડીએ વોચ રાખી હતી. તે દરમિયાન બેડીના મંદિર ચોકમાંથી ધરારનગર-રમાં રહેતો સલીમ સીદીક સુંભણીયા નામનો શખ્સ મળી આવ્યો હતો. આ શખ્સના કબજામાંથી ૫૦૦ ગ્રામ ગાંજો ઝડપાયો છે. એસઓજીએ કુલ રૃા.૧૦ હજારનો મુદ્દામાલ કબજે કરી સલીમ સુંભણીયાની પૂછપરછ કરતા મૂળ સલાયાના આ શખ્સે તે જથ્થો સુરતના મુકેશ ઉર્ફે ભાઈ નામના શખ્સ પાસેથી લીધો હોવાની કબૂલાત કરી છે. બંને સામે બેડી મરીન પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial