Advertisement
Author: નોબત સમાચાર

પરિવારને મદદરૂપ ન થઈ શકાતું હોવાનું માની પરપ્રાંતિય પ્રૌઢે ખાઈ લીધો ગળાફાંસો

મૃતકના મોટાભાઈની પોલીસે નોંધી ફરિયાદઃ

જામનગર તા. ૧૦ઃ જામનગરના ફલ્લામાં આવેલી એક ઓઈલ મીલમાં કામ કરતા મૂળ રાજસ્થાનના પ્રૌઢે ગઈકાલે સવારે પોતાના રહેણાંકની ઓરડીમાં ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યો છે. આ પ્રૌઢ પોતાના પરિવારને આર્થિક રીતે મદદ કરી શકતા ન હોય તેઓએ આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે.

જામનગર તાલુકાના ફલ્લા ગામ પાસે આવેલી જય બાલાજી ઓઈલ ઈન્ડસ્ટ્રીઝમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ રાજસ્થાનના બાડમેર જિલ્લાના ચૌટન તાલુકાના કોનરા ગામના અગનારામ ઠાકરરામ મેઘવાર (ઉ.વ.૫૧) નામના પ્રૌઢે ગઈકાલે સવારે તે ઓઈલ મીલમાં આપવામાં આવેલી રહેણાંકની ઓરડીમાં લોખંડના એન્ગલમાં ટુવાલ વડે ગળાટૂંપો ખાઈ લીધો હતો.

આ બાબતની જાણ થતાં તેના મોટાભાઈ શ્રવણ મેઘવારે નીચે ઉતારી અગનારામને સારવારમાં ખસેડ્યો હતો. જ્યાં આ પ્રૌઢનું મૃત્યુ નિપજ્યું છે. બનાવની પોલીસને જાણ કરાતા પંચકોશી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો.

પોલીસે મૃતદેહને પી.એમ. માટે ખસેડી શ્રવણનું નિવેદન નોંધ્યું છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ તેના નાનાભાઈ અગનારામ મજૂરીકામ માટે વતનમાંથી આવ્યા હતા. તેઓ પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૃપ થવા ઈચ્છતા હતા પરંતુ યોગ્ય કામધંધો મળતો ન હોવાના કારણે આર્થિક ભીંસ અનુભવતા હતા. તેનાથી કંટાળી જઈ આ પ્રૌઢે જિંદગીનો અંત આણ્યો છે. જમાદાર જે.ડી. મેઘનાથીએ નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh