Advertisement
Author: નોબત સમાચાર

ટ્રાફિકના નિયમોની જાણકારી આપવા પોલીસ દ્વારા હાથ ધરાયો નવતર પ્રયોગ

ખંભાળિયા તા. ૧૦ઃ માર્ગ સલામતી મહિનાની ઉજવણી અંતર્ગત દ્વારકા જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા ચાલુ બસમાં મુસાફરો સાથે સંવાદ યોજી ટ્રાફિક નિયમોની જાણકારી આપી નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો.

દેવભૂમિ દ્વારકા જિલ્લાની ટ્રાફિક શાખાના પીએસઆઈ વી.એમ. સોલંંકી તથા સ્ટાફ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિનાની ઉજવણી અંતર્ગત ગઈકાલે નવતર રીતે લોકો સાથે સંવાદ યોજાયો હતો. ટ્રાફિક પોલીસની ટીમે ખંભાળિયાથી દ્વારકા અને દ્વારકાથી ખંભાળિયા અવરજવર કરતી એસટીની બસમાં મુસાફરી કરતા નાગરિકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પોલીસ ટીમે ચાલતી બસે માઈકના માધ્યમથી વિગતો આપી હતી. તે ઉપરાંત પીપીટી પ્રેઝન્ટેશન દ્વારા ટુ વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેરવા, ફોર વ્હીલ ચલાવતી વખતે સીટબેલ્ટ બાંધવા, રસ્તો ક્રોસ કરતા અને વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ ન કરવા, ઈન્ડીકેટરનો યોગ્ય ઉપયોગ કરવા, ક્ષમતાથી વધારે મુસાફર ન બેસાડવા વગેરે મુદ્દાઓ પર માહિતી અપાઈ હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh