Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાલવામાં સોલાર પ્લાન્ટમાંથી ૫૦૦ મીટર વાયર ચોરાયોઃ
જામનગર તા. ૧૦ઃ કાલાવડના નવાગામમાં આવેલા ખોડિયારમાતાજીના મંદિરમાં ગયા સોમવારે દર્શનના બહાને ઘૂસેલા કોઈ શખ્સોએ અંદરથી આખી દાન પેટીની ઉઠાંતરી કરી લીધી છે. દાનપેટીમાં રૃા.રપ હજાર હોવાની ભીતિ સેવવામાં આવી રહી છે. પોલીસે તસ્કરની શોધ હાથ ધરી છે. જામજોધપુરના બાલવામાં સોલાર પ્લાન્ટમાંથી ૫૦૦ મીટર વાયર કાપી જવાયો છે.
કાલાવડ તાલુકાના નવાગામમાં આવેલા ખોડિયાર માતાજીના મંદિરમાં ગયા સોમવારના દિને સવારના નવ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા દરમિયાન દર્શનાર્થે આવેલા કેટલાક ભાવિકોની વચ્ચે કોઈ શખ્સો મંદિરમાં ઘૂસ્યા હતા.
આ નઠારા શખ્સોએ નિજ મંદિરમાં દરવાજો ખોલી પ્રવેશ મેળવ્યા પછી માતાજીની મૂર્તી પાસે રાખવામાં આવેલી દાન પેટી તિક્ષણ હથિયાર વડે ખોદી કાઢી હતી અને આખી દાન પેટીની ઉઠાંતરી કરી હતી. તેમાંથી અંદાજે રૃા.૨૫ હજારની રોકડની ચોરી કરી લેવાઈ હતી. નવાગામના કેશવજીભાઈ મનજીભાઈ અકબરીએ અજાણ્યા તસ્કરો સામે કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જામજોધપુર તાલુકાના બાલવા ગામની સીમમાં આવેલા સંદીપ એનર્જી સોલાર પ્લાન્ટમાં ગુરૃવારની રાત્રે દસેક વાગ્યા પછી કોઈ શખ્સો ઘૂસી ગયા હતા. ત્યાંથી અંદાજે રૃા.૩૨ હજારની કિંમતનો ૫૦૦ મીટર કોપર વાયર ઉઠાવવા ઉપરાંત તસ્કરોએ ખાંખાખોળા કરી અન્ય નુકસાની પણ સર્જી છે. મિતેશ કાંતિભાઈ બુટાણીએ જામજોધપુર પોલીસ મથકમાં ફરિયાદ કરી છે.
ધ્રોલના ચાર ચોક પાસે આવેલા ચંદનવાસમાં રહેતા હિરજીભાઈ ચનાભાઈ ચાવડા નામના પ્રૌઢનું જીજે-૧૦-એએસ ૭૦૨૧ નંબરનું હીરો મોટરસાયકલ બુધવારની રાત્રિથી ગુરૃવારની સવાર સુધીમાં તેમના ઘર પાસેથી ચોરાઈ ગયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial