Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નવાઝ શરીફ અને બિલાવલ ભુટ્ટોની પાર્ટી જોડાણ કરી સરકાર બનાવવા તૈયાર હોવાનો દાવોઃ
ઈસ્લામાબાદ તા. ૧૦ઃ પાકિસ્તાનની નેશનલ એસેમ્બ્લીની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે. તેમાં અત્યાર સુધીની સ્થિતિ પ્રમાણે પાકિસ્તાનમાં ભારે ડામાડોળની પરિસ્થિતિ વચ્ચે ત્રિશંકુ સરકાર રચાય તેમ જણાય છે.
પાકિસ્તાન નેશનલ એસેમ્બ્લીની કુલ ૩૩૬ બેઠકો છે. જેમાંથી ર૬૬ બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. જો કે એક બેઠક ઉપર ચૂંટણી મુલતવી રહી હોવાથી ર૬પ બેઠકોની મતગણત્રી હાથ ધરાઈ હતી.
અંતિમ સમાચારો પ્રમાણે પાકિસ્તાનની નવાઝ શરીફની પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન)ને ૭૧ બેઠકો તથા બિલાવલ ભુટ્ટોની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)ને પ૩ બેઠકો પર જીત મળી છે જ્યારે સૌથી વધુ ૯૯ બેઠકો ઉપર ઈમરાન ખાનની પાકિસ્તાન તરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) સમર્થક પાર્ટીના ઉમેદવારો વિજેતા થયા છે.
આવી ડામાડોળ જેવી સ્થિતિમાં નવાઝ શરીફ અને બિલાવલ ભુટ્ટોની પાર્ટી જોડાણ કરી સરકાર રચવા સંમત થયા હોવાનું જાણવા મળે છે. જોકે, ઈમરાન ખાને મતગણતરીમાં ગોટાળા અને ગેરરીતિના આક્ષેપો સાથે દાવો કર્યો છે કે, નવાઝ- બિલાવલ જોડાય તો પણ બહુમતી માટેની સંખ્યા ૧૩૪ નહીં થઈ શકે.
પરિણામો દર્શાવે છે કે અપક્ષ ઉમેદવારો, જેમાંથી મોટા ભાગના ખાન દ્વારા સમર્થિત હતા, સૌથી વધુ બેઠકો જીતી હતી. સાંજે ૬.૩૦ વાગ્યા સુધીની મતગણતરીના પરિણામો અનુસાર તેમને ર૪પમાંથી ૯૯ બેઠકો મળી છે. શરીફની પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝને ૭૧ બેઠકો મળી હતી, જ્યારે વડાપ્રધાન બેનઝીર ભટ્ટોના પુત્ર બિલાવલ ભુટ્ટો ઝરદારીની પાકિસ્તાન પીપલ્સ પાર્ટીને પ૧ બેઠકો મળી હતી. બાકીની બેઠકો નાના પક્ષો અને અન્ય અપક્ષ ઉમેદવારોએ જીતી હતી.
નવાઝ શરીફે તમામ પક્ષોને સાથે આવવા આમંત્રણ આપ્યું હતું. ચૂંટણી પછી, પાકિસ્તાન મુસ્લિમ લીગ આજે દેશની સૌથી મોટી પાર્ટી અને આ દેશને વમળમાંથી બહાર કાઢવાની અમારી ફરજ છે, શરીફે પૂર્વી શહેર લાહોરમાં તેમના ઘરની બહાર એકત્ર થયેલા સમર્થકોની ભીડને કહ્યું. તેમણે કહ્યું, જેને પણ જનાદેશ મળ્યો છે, તે અપક્ષ હોય કે પક્ષો, અમે તેમને આપવામાં આવેલા જનાદેશનું સન્માન કરીએ છીએ. અમે તેમને અમારી સાથે બેસવા અને આ ઘાયલ રાષ્ટ્રને તેના પગ પર પાછા આવવામાં મદદ કરવા આમંત્રણ આપીએ છીએ.
ઈમરાન ખાને એક સંદેશ પણ જારી કર્યો હતો ઃ ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલ ઓડિયો-વિઝયુઅલ સંદેશ બહાર પાડ્યો અને તેના એકસ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો. સંદેશમાં, ખાને, ૭૧ શરીફના વિજયના દાવાને નકારી કાઢ્યો, તેમના સમર્થકોને ચૂંટણી જીતવા બદલ અભિનંદન આપ્યા અને તેમના મતની ઉજવણી કરવા અને રક્ષણ કરવા વિનંતી કરી હતી.
નેશનલ એસેમ્બ્લીની ૩૩૬ બેઠકોમાંથી ૭૦ બેઠકો અનામત છે. તેમાં ૬૦ બેઠકો મહિલાઓ માટે તથા ૧૦ બેઠકો બિન-મુસ્લિમો માટે અનામત છે. આ ૭૦ બેઠકોની ચૂંટણી યોજાતી નથી. પણ ચૂંટણીમાં જીતનારા પક્ષના સભ્ય સંખ્યાના પ્રમાણના આધારે ફાળવવામાં આવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial