Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સલાયાના શખ્સ સામે પોલીસમાં ફરિયાદઃ
જામનગર તા. ૧૦ઃ ખંભાળિયાના સલાયામાં રહેતા અને વહાણવટાના વ્યવસાય સાથે સંકળાયેલા એક આસામી પાસેથી પોસ્ટઓફિસના જુદા જુદા ખાતામાં ભરપાઈ કરવા માટે બે વર્ષ પહેલાં એક શખ્સે રૃા.૩૨ લાખ ૫૦ હજાર મેળવ્યા પછી તે રકમ ખાતાઓમાં ન ભરતા પોતાની સાથે વિશ્વાસઘાત કરનાર આ શખ્સ સામે વૃદ્ધે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક સલાયામાં જૂની ૫ોસ્ટ ઓફિસ પાસે કસ્ટમ રોડ પર વસવાટ કરતા હાજી જુનસભાઈ મુસાભાઈ ગજણ નામના વહાણવટી વૃદ્ધને બે વર્ષ પહેલાં સલાયાના વિશાલ નવીનભાઈ કીરતસાતા નામના વ્યક્તિનો ભેટો થયો હતો.
આ વેળાએ વિશાલે પોસ્ટ ઓફિસમાં અલગ અલગ યોજના હેઠળ હાજી જુનસભાઈ તથા તેમના પરિવારના સભ્યોના નામે ખાતા ખોલાવવા માટે વાત કર્યા પછી વિશ્વાસ સંપાદન કર્યાે હતો અને જુનસભાઈ પાસેથી તે ખાતાઓમાં ભરવા માટે રૃા.૩૨ લાખ ૫૦ હજાર રોકડા મેળવી લીધા હતા.
ત્યારપછી ઉપરોક્ત રકમ જે તે ખાતામાં ભરવાની બદલે વિશાલે તે રકમનો અંગત ઉપયોગ કરી નાખ્યો હતો. તેની બે વર્ષ પછી જુનસભાઈને જાણ થઈ હતી. તેઓએ સલાયા મરીન પોલીસ સ્ટેશનમાં વિશાલ નવીનભાઈ સામે આઈપીસી ૪૦૬, ૪૨૦ હેઠળ ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial