Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફેરવિચારણા માટે અરજી કરાઈ રિમાન્ડઃ
જામનગર તા. ૧૦ઃ જામનગરના એક ટ્રસ્ટ પાસેથી ૫૩ વર્ષ પહેલાં એક આસામીએ ૩૧ વર્ષના ભાડાપટાથી ટ્રસ્ટની જગ્યા મેળવી હતી. તે પછી ભાડૂતે તે જગ્યા પર ટ્રસ્ટની પરવાનગી વગર જ લોન લઈ લીધી હતી. ત્યારપછી ઉપસ્થિત થયેલા પ્રશ્નો વચ્ચે ટ્રસ્ટે રાજ્યના મહેસૂલ પંચ સમક્ષ તે જગ્યાના વેચાણ માટે ધા નાખતા તે અરજીને ધ્યાને રાખી કેસ રિમાન્ડ કરવાનો હુકમ કરાયો છે.
જામનગરના લક્ષ્મીબેન ફૂલચંદ ઝવેરચંદ પબ્લિક ચેરી. ટ્રસ્ટના ટ્રસ્ટી રમણીકલાલ શાહ દ્વારા ટ્રસ્ટની માલિકીની એક જગ્યાના વેચાણ માટે રાજકોટ સ્થિત ચેરિટી કમિશનર કચેરીમાં અરજી કરાઈ હતી. તે જગ્યા તા.૩૦-૩-૧૯૭૧ના દિને જમનાદાસ માધવજી એન્ડ કંપનીને ૩૧ વર્ષના ભાડા પટાથી વાર્ષિક રૃા.૮ હજારના ભાડાથી અપાઈ હતી.
તે જગ્યાના ભાડુઆતે સિન્ડીકેટ બેંકમાંથી લોન મેળવી તે જગ્યા ટ્રસ્ટી કે અન્ય કોઈની પરવાનગી વગર જ બેંકમાં મોર્ગેજમાં મુકાઈ હતી. લોન લેનાર ભાડુઆત ડિફોલ્ટર થતાં આ જગ્યાનું બંેકની રીકવરી બ્રાંચે સેલ કરી નાખ્યું હતું. બેંકના સેલના કારણે હાલના કબજેદાર ભાડુત પાસેથી તે જગ્યા ખાલી કરાવી શકાય તેમ ન હોવાથી સંયુક્ત ચેરિટી કમિશનર સમક્ષ તે જગ્યા ભાડુતી કબજા સાથે વેચાણ કરવા પરવાનગી મગાઈ હતી.
તે પરવાનગી આપવાનો ઈન્કાર થતાં ટ્રસ્ટ દ્વારા રાજ્યના મહેસૂલ પંચ-અમદાવાદ સમક્ષ અપીલ કરવામાં આવી હતી. જેમાં મહેસૂલ પંચે સંયુક્ત ચેરિટી કમિશનર તેમજ બેંકના સેલ પછીના કબજેદાર અને હાલમાં કેનેરા બેંકમાં મર્જ થયેલી સિન્ડીકેટ બેંકના રીકવરી સ્ટાફ વગેરેને જોડવામાં આવ્યા હતા. અપીલ અન્વયે ટ્રસ્ટ દ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજી પુરાવા તેમજ દલીલોને ગ્રાહ્ય રાખી મહેસૂલ પંચે બેંક દ્વારા કરવામાં આવેલી સર્ટિફિકેટ ઓફ સેલની કાર્યવાહી અનૂચિત ઠેરવી સંયુક્ત ચેરિટી કમિશનર કચેરીનો હુકમ રદ્દ કરી ટ્રસ્ટની જગ્યા ફરી વેચાણ કરવાની ટ્રસ્ટની અરજીને ફેરવિચારણા માટે પરત મોકલવાનો હુકમ થયો છે. ટ્રસ્ટ તરફથી વકીલ ધનજી નકુમ રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial