Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચાર્જશીટ પછીની અરજી પણ થઈ રદ્દઃ
જામનગર તા. ૧૦ઃ જામનગરના શેખપાટ ગામના ઉપસરપંચ તથા ગ્રામ પંચાયત સદસ્ય રૃા.૩૦-૩૦ હજારની લાંચ લેતાં બે મહિના પહેલાં ઝડપાયા હતા. બંને આરોપીએ ચાર્જશીટ થયા પછી કરેલી જામીન અરજી પણ અદાલતે નામંજૂર કરી છે.
જામનગર તાલુકાના શેખપાટ ગામમાં એક જમીનનું લેવલીંગ કામ કરી રહેલા આસામી પાસે થોડા મહિના પહેલાં શેખપાટ ગામના ઉપ સરપંચ રામજી ભીમશીભાઈ કણઝારીયા તથા ગ્રામ પંચાયતના સદસ્ય મનસુખ નાથાભાઈ ચાવડાએ જમીનમાંથી માટી ખોદી કાઢી તેનું વેચાણ કરી નાખો છો તેમ કહી રૃા.૧ લાખ ૧૦ હજાર માગ્યા હતા.
ત્યારપછી રકઝકના અંતે રૃા.૬૦ હજાર આપવાનું નક્કી થયું હતું. આ બાબતની એસીબીમાં ફરિયાદ કરાતા લાલબંગલા પાસે ગોઠવાયેલા છટકામાં ગઈ તા.૯ ડિસેમ્બરના દિને રામજીભાઈ તથા મનસુખભાઈ સપડાઈ ગયા હતા. આ વ્યક્તિઓ રૃા.૩૦-૩૦ હજાર સ્વીકારી રહ્યા હતા. એસીબીએ બંનેની ધરપકડ કરી હતી. આરોપીઓએ જામીન મુક્ત થવા સેશન્સ કોર્ટ તથા હાઈકોર્ટમાં કરેલી અરજીઓ નામંજૂર થઈ હતી.
બંને આરોપી સામે ચાર્જશીટ રજૂ કરાયા પછી ફરીથી બંનેએ જામીનમુક્તિ માટે જામનગરની સેશન્સ કોર્ટમાં અરજીઓ કરી હતી. તેની સામે મદદનીશ જિલ્લા સરકારી વકીલ પિયુષ પરમારે કરેલી દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે બંને આરોપીની અરજી નકારી કાઢી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial