Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા તાલુકા આયોજન સમિતિની બેઠકઃ
ખંભાળિયા તા. ૬ઃ પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ તેમજ ક્લાઈમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને તાલુકાના ગ્રામ્ય વિસ્તારના વિકાસના કામો કરવા માટે વિકેન્દ્રિત, વિવેકાધીન યોજના અંતર્ગત પ્રગતિ હેઠળના અને નવા હાથ ધરવામાં આવનાર કામોની સમીક્ષા અર્થે પ્રાંત કચેરી, ખંભાળિયામાં તાલુકાની આયોજન સમિતિની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં મંત્રીએ 'વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમની વિવિધ જોગવાઈ' હેઠળની વર્ષ ર૦ર૪-રપ માટેની વિવિધ વિકાસકાર્યો માટેની નવી દરખાસ્તોના તાલુકાના આયોજન અંગે સભ્યો અને અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરી જરૃરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાલુકાના અંદાજિત ૧.રપ કરોડના વિવિધ કામોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
બેઠકમાં પ્રાંત અધિકારી કે.કે. કરમટા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અનિલ ચાવડા, જિલ્લા પંચાયતના જીતેન્દ્રભાઈ કણઝારિયા, સંજયભાઈ નકુમ, તાલુકા પંચાયતના સદસ્યો, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, અગ્રણી પી.એસ. જાડેજા, ઘનશ્યામસિંહ જાડેજા, ભરતભાઈ ચાવડા, હિતેષભાઈ પિંડારિયા, પ્રતાપભાઈ પિંડારિયા, તાલુકા વિકાસ અધિકારી, અમલિકરણ અધિકારીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial