Advertisement
Author: નોબત સમાચાર

લોકસભામાં જામનગરના સંસદસભ્ય પૂનમબેન માડમના પ્રશ્નના ઉત્તરમાં કેન્દ્રીય મંત્રીનો પ્રતિભાવ

સ્વસ્થ ભારતના નિર્માણના સંકલ્પને સિદ્ધ કરવા ભારત સરકાર કટીબદ્ધ

જામનગર તા. ૧૦ઃ સંસદના બજેટ સત્રમાં જામનગરના સંસદ સભ્ય પૂનમબેન માડમે લોકસભામાં સંભવિત વ્યાપક રોગચાળા સામે આરોગ્ય મંત્રાલયની સજ્જતા અને વિશ્વ આરોગ્ય સંસ્થા સાથે સંકલન અંગે સુનિશ્ચિત થયેલ નીતિ અંગે વિસ્તૃત વિગતો માટે પ્રશ્ન રજુ કરતાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ જણાવ્યું હતું કે અસામાન્ય (રેર ડીસીઝ) રોગો માટે વિદેશથી દવા મંગાવવી પડે છે, જે અતિશય મોંઘી હોય છે. આથી ભારત સરકાર દ્વારા દવા ઉત્પાદન કરતી કંપનીઓને આ દવાઓનું ઉત્પાદન કરવા સંશોધન કરવા નિર્દેશ આપ્યા છે અને તે દિશામાં સઘન પ્રયાસો ચાલી રહ્યા છે.

ભારતમાં એઈડ્સની દવા અને કોવીડની વેક્સિન દુનિયાના અન્ય દેશો કરતા ખૂબ જ સસ્તી હોવાથી ભારત અન્ય દેશોમાં મોકલે છે.

વિશ્વ આરોગ્ય સંસ્થા તેમજ અન્ય દેશો સાથે યોગ્ય સંકલન કરી સામૂહિક પ્રયાસોના કારણે કોરોના કાળમાં ખૂબ સારા પરિણામો મળ્યા છે.

ભારતમાં લોકોના સ્વાસ્થ્ય અંગે, ભારત સરકારના અભ્યાસપૂર્ણ સંશોધનો અંગે, ભારતના આત્મનિર્ભર હેલ્થ મોડેલ વિશે અને સ્વસ્થ ભારતના નિર્માણના સંકલ્પને પરિપૂર્ણ કરવાની દિશામાં થઈ રહેલા કાર્યો અંગે મંત્રીએ વિસ્તૃત જાણકારી આપી હતી..

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh