Advertisement
Author: નોબત સમાચાર

જામનગર ચેમ્બરમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનો માર્ગદર્શક સેમિનાર યોજાયો

ઈઈપીસી અમદાવાદ અને જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા

જામનગર તા. ૧૦ઃ જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એનડ ઈન્ડસ્ટ્રી તથા ઈઈપીસી (એન્જિનિયરીંગ એક્સ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલ), અમદાવાદના સંયુક્ત ઉપક્રમે તાજેતમાં જામનગર ચેમબરમાં નિકાસ કરતા વ્યાપારીઓ-ઉદ્યોગકારો માટે આંતરરાષ્ટ્રીય માર્કેટના વિકાસ અંગેની તકો બાબત એક માર્ગદર્શક સેમિનાર યોજાયેલ હતો. આ સેમિનારમાં ચેમ્બરના પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજા, માનદ્ મંત્રી અક્ષતભાઈ વ્યાસ તથા માનદ્ સહમંત્રી કૃણાલભાઈ શેઠ, માનદ્ ઓડિટર તુષારભાઈ વી. રામાણી તથા સંસ્થાની એક્સ્પોર્ટ ઈમ્પોર્ટ પેનલના ચેરમેન શ્રેયાંશભાઈ વાધર, ઈઈપીસીના રાજકોટ ચેપ્ટર કન્વિનર સમીર પટેલ તથા કોટક બેંકના વાઈસ પ્રેસિડેન્ટ ટ્રેઝરી ચિંતનભાઈ પટેલ, પ્રોફેશનલ કોર્પોરેટ ટ્રેઈનર કેતનભાઈ ચાંગાણી, ઈઈપીસીના ડે. ડાયરેક્ટર સુધાધરન નાયર તથા ઉદ્યોગકારો વિગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

સંસ્થાના પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજા સર્વપ્રથમ સૌનું સ્વાગત કરી આવકારતા આજના સેમિનારમાં આંતરરાષ્ટ્રીય માર્કેટ અને વિકાસની તકો બાબત જે માર્ગદર્શન મળશે જે સભ્યને ખૂબ જ ઉપયોગી થશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. ત્યારપછી સંસ્થાના હોદ્દેદારોએ ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું.

સેમિનારમાં ઉપસ્થિત ઈઈપીસી રાજકોટ ચેપ્ટર કન્વિનર સમીર પટેલે આ પ્રકારના સેમિનારોમાં ઉપસ્થિત ઉદ્યોગકારો તથા નિકાસકારોને બિઝનેસ ટ્રેડ તથા ઈઈપીસી દ્વારા સમયાંતરે યોજાતા સેમિનારોમાં તથા એક્ઝિબિશનમાં ભાગ લેવાથી વેપાર-ઉદ્યોગને તથા ફાયદા વિશે સમજણ આપી હતી તથા દરેક ઉદ્યોગકારોને તેમની સ્થાનિક સંસ્થા સાથે જોડાઈને રહેવાથી દરેક સંજોગોમાં ફાયદો મળે છે તેવી માહિતી આપેલ હતી. આ તકે કોટક બેંકના વાઈસ પ્રેસિડેન્ટ ટ્રેઝરી ચિંતનભાઈ પટેલ બેંકની બ્રાન્ચ વિશે તથા તેમના નિષ્ણાત વક્તાએ એક્સ્પોર્ટ-ઇમ્પોર્ટ વિશે બેંક દ્વારા અપાતી સુવિધાઓ અંગે જાણકારી આપી હતી.

ત્યારપછી પ્રોફેશનલ ટ્રેઈનર કેતનભાઈ ચાંગાણીએ સરળ ભાષામાં આયાત-નિકાસ બિઝનેસ કેવી રીતે કરવો તથા ફોરેન કન્ટ્રી સાથે કઈ રીતે ક્યાં સમયે બિઝનેસ કરશો તેના ઉદાહરણરૃપ દાખલા આપી માહિતી આપેલ હતી. જેમાં બિઝનેસ કરવાની ટ્રીક, ફોરેન ટ્રેડ પોલિસી, ફેમા ગાઈડ લાઈન, તેમજ નિકાસ કરવા માટે કઈ પ્રોડક્ટની ક્યા દેશમાં માંગ છે તેની વિગતો પણ આપેલ હતી. તેમજ છેલ્લા એક વર્ષમાં જે વેગ આવેલ છે તેની આંકડાકીય માહિતીઓ આપેલ હતી તેમજ વિગેરે બબતોનો સમાવેશ કરવામાં આવેલ હતો.

સેમિનારનું સંચાલન સંસ્થાના માનદ્મંત્રી અક્ષતભાઈ વ્યાસ તથા ઈઈપીસીના ડે. ડાયરેક્ટર સુધાકરન નાયરએ કર્યું હતું તેમજ અંતમાં સંસ્થાની એક્સ્પોર્ટ-ઈમ્પોર્ટ પેનલના ચેરમેન શ્રેયાંશભાઈ વાધરએ આભારદર્શન કરેલ હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh