Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સફાઈ કામદારોના પ્રશ્ને વિસ્તૃત ચર્ચાઃ
જામનગર તા. ૧૦ઃ ગત તા. ર૯-૧-ર૪ ના જામનગરના સાંસદ પૂનમબેન માડમ અને શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિમલ કગથરા, સાથે સમસ્ત વાલ્મિકી સમાજ હાઈ પાવર સંકલન સમિતિ-જામનગરમાં ચેરમેન મનહર ઝાલા, અધ્યક્ષ હરીશ ચૌહાણ વગેરેએ સફાઈ કામદારોના પ્રશ્ને વિસ્તૃત ચર્ચા કરી હતી.
આ સમયે વિવિધ સફાઈ કામદાર યુનિયનના પ્રતિનિધિઓ, મધ્યસ્થ પંચાયતના આગેવાનો, પેટા પંચાયતના આગેવાનો પણ જોડાયા હતાં. ૧ર૦૧+ ૧૮૦ મળી કુલ ૧૩૮૧નું સેટઅપ પૂરૃ કરી ખાલી જગ્યા તાત્કાલિક ભરીને કાયમી નિમણૂકનો ઓર્ડર આપવા ચાલુ ફરજ દરમ્યાન અવસાન પામનાર કર્મચારીના વારસદારને નોકરી આપવી, સોસાયટીઓમાં કોન્ટ્રાકટ પ્રથા બંધ કરી ત્યાં અવેજી સફાઈ કામદાર તરીકે નિમણૂક આપવી મળવા પાત્ર નોકરીનો ૧૦, ર૦,૩૦ની સળંગ નોકરી થાય તો ઉચ્ચતર પગાર ધોરણ અને એરીયર્સ ચુકવવું, જીઆઈડીસીમાં સફાઈ માટે અવેજી કામદારને નિમણૂક આપવી. આ ઉપરાં નાના મોટા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. આ સમયે સાંસદ, શહેર ભાજપ પ્રમુખે પ્રશ્નના ઉકેલની ખાત્રી આપી હતી.
સમસ્ત વાલ્મિકી સમાજ હાઈ પાવર સમિતિના ઉપાધ્યક્ષા શોભનાબેન પઠાણ, સફાઈ કામદાર સેલના સંયોજક જયંતિભાઈ ઝાલા, રસીકભાઈ પઠાણ સહિતનાઓ આ ચર્ચામાં જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial