Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગયા વર્ષે થઈ હતી હત્યાઃ
જામનગર તા. ૧૦ઃ જામનગરના ગોકુલનગર વિસ્તારમાં એક વર્ષ પહેલાં બાવાજી વૃદ્ધની હત્યા થઈ હતી. તેના આરોપમાં ઝડપાયેલા પુત્રને અદાલતે જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યાે છે.
જામનગરના ગોકુલનગર વિસ્તાર પાસે વસવાટ કરતા શંકરદાસ નામના બાવાજી વૃદ્ધનો મૃતદેહ ગઈ તા.૨૬-૨-૨૩ના દિને ખાટલા સાથે બાંધેલી હાલતમાં મળી આવ્યો હતો. તે વૃદ્ધ સાથે તેમનો પુત્ર સુનિલદાસ અને પુત્રવધૂ સુનયના અને તેના સંતાનો રહેતા હતા પરંતુ બનાવ પછી આ વ્યક્તિઓ ગુમ થયા હતા.
પોલીસે મૃતદેહનો કબજો સંભાળ્યા પછી શંકરદાસની હત્યા થઈ હોવાની આશંકા પરથી આઈપીસી ૩૦૨ હેઠળ ગુન્હો નોંધ્યો હતો. આ વૃદ્ધની તેના પુત્ર સુનિલે જ હત્યા નિપજાવ્યાની શંકા ઉભી થઈ હતી. ચોરીની ટેવવાળા સુનિલને પિતા અવારનવાર ઠપકો આપતા હોય તેણે પિતાને મોતને ઘાટ ઉતારી દીધાનું તપાસમાં ખૂલ્યું હતું.
પોલીસે આરોપી સુનિલની ધરપકડ કરી જેલહવાલે કર્યાે હતો. આ આરોપીએ જામીન મુક્ત થવા અદાલતમાં અરજી કરી હતી અને તેના વકીલ વનરાજ મકવાણા, જયન ગણાત્રાએ દલીલ કરી હતી કે, આરોપી મૃતક સાથે રહેતો હતો ત્યારે પુત્ર જ પિતાની હત્યા કરે તે પ્રથમ દર્શનીય રીતે માની શકાય તેમ નથી. તેમજ અન્ય દલીલો ગ્રાહ્ય રાખી અદાલત દ્વારા તેને જામીન પર છોડવાનો હુકમ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial