Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયાઃ ધરમપુર વિસ્તારની જે.કે.વી. ત્રણ સોસાયટીમાં પીવાના પાણીની સમસ્યા

'નલ સે જલ' યોજના કયાં...??

ખંભાળીયા તા. ૧૦ઃ ખંભાળીયાના ધરમપુર વિસ્તારમાં જામનગર રોડ નજીક આવેલી જે.કે.વી. ત્રણ સોસાયટીના રહેવાસીઓને પીવાના પાણીની તકલીફ હોય નિવૃત્ત ખેતીવાડી અધિકારી હેમતભાઈ સોનગરા, શિક્ષણ મંડળના પ્રમુખ જગદીશભાઈ ડેર, રાજપૂત અગ્રણી મહેન્દ્રસિંહ જાડેજા સહિતના આગેવાનો દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી તુરત વ્યવસ્થા કરવા માંગણી કરવામાં આવી હતી.

આ સોસાયટી વિસ્તારમાં માત્ર ચોમાસામાં જ બોરનું પાણી રહે છે. વૈકલ્પિક વ્યવસ્થા માટે નળની લાઈન માટે ૮-૧૦ વર્ષોથી માંગણી કરેલ હોવા છતાં પણ પાણીની લાઈન હજુ પહોંચી નથી.

નવાઈની વાત છે કે ગ્રામ પંચાયત દ્વારા નળની લાઈન મળે તે માટે આ સોસાયટીમાંથી લોકફાળાની રકમ પણ ભરાવી હતી, જેને પણ ચાર-ચાર વર્ષ થયા છતાં પીવાનું પાણી મળતું નથી. શિયાળાની શરૃઆતમાં જ લોકોના બોર-ડંકીના પાણી ડુકી જતાં લોકોને ફરજિયાત ખાનગી ટેંકરોમાંથી રોજ વેચાતું પાણી લેવું પડે છે અને ભારે પરેશાની થાય છે.

રાજ્ય સરકાર અનેક વિકાસની જાહેરાતો કરતી હોય છે ત્યારે ખંભાળીયા વિસ્તારની એક મોટી સોસાયટી ૮-૧૦ વર્ષોથી પીવાના પાણીથી વંચિત હોય તે કેવી સ્થિતિ કહેવાય ? નલ સે જલ યોજના અહીં અદૃશ્ય થઈ ગઈ છે. આ બાબતે જિલ્લા કલેકટર ઉપરાંત સ્થાનિક ધારાસભ્ય તથા રાજ્ય મંત્રી મૂળુભાઈ બેરા તથા કાર્ય.ઈજનેરને રજુઆત કરવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh