Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ફેબ્રુઆરી માસ દરમ્યાન પેઢાના રોગો વિષે જનજાગૃતિ અભિયાન

ગવર્મેન્ટ ડેન્ટલ હોસ્પિટલ, પેઢાના વિભાગ દ્વારા

જામનગર તા. ૧૦ઃ જામનગરમાં સ્થિત ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ, પેઢાના વિભાગ દ્વારા આગામી તા. ર૩ ફેબ્રુઆરીએ પેરિઓડોટિસ્ટ ડે અને આગામી તા. ર૦ માર્ચના વર્લ્ડ ઓરલ હેલ્થ ડે ની ઉજવણી કરવામાં આવશે.

આ ઉજવણીના ભાગરૃપે ઈન્ડિયન સોસાયટી ઓફ પેરીઓડોટોલોજીના નિર્દેશન અનુસાર સમગ્ર ફેબ્રુઆરી માસ અને આગામી તા. ર૦ માર્ચ સુધી જાહેર જનતાના હિતાર્થે નો બ્લીડિંગ ગમ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત ડેન્ટલ હોસ્પિટલ તથા જી.જી. હોસ્પિટલના મેડિસિન અને ગાયનેક વિભાગમાં આવતા દર્દીઓમાં પેઢાના રોગોનું નિદાન, પેઢાના રોગો અંગેની યોગ્ય જાણકારી, પેઢાના રોગોની આપણા શરીરના અન્ય અંગો પર થતી આડઅસર, સ્વસ્થ પેઢા માટે કાળજી, સ્ત્રીઓમાં ગર્ભાવસ્થા દરમિયાન પેઢાની સાર-સંભાળ વિગેરે મહત્વના વિષયો વિષે દર્દીઓને માહિતગાર કરવામાં આવશે. જે દર્દીઓને પેઢામાંથી લોહી કે પરૃં નીકળવું, મોઢામાંથી દુર્ગંધ આવવી, પેઢા ફૂલી જવા, પેઢા ઉતરી જવા, દાંત વચ્ચેની જગ્યામાં ખંજવાળ આવવી વિગેરે તકલીફ હોય, તો તેવા તમામ દર્દીઓએ અચૂકપણે આ કાર્યક્રમ થકી લાભાન્વિત બનવા માટે અનુરોધ કરાયો છે. તેમ પેરિયોડોટોલોજી વિભાગ, ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પિટલ, જામનગરની યાદીમાં જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh