Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મતદાન પછી ૪પ દિવસ સુધી મશીન સુરક્ષિત રખાશેઃ ઉમેદવારના ખર્ચે ચેકીંગ કરાવી શકાશે
નવી દિલ્હી તા. ર૬: ઈવીએમનું વીવીપેટ સાથે ૧૦૦ ટકા વેરિફિકેશન કરવા સંબંધિત તમામ અરજીઓ ફગાવી દેતા સુપ્રિમ કોર્ટે ઠરાવ્યું છે કે, મતદાન પછી ૪પ દિવસ સુધી ઈવીએમ સુરક્ષિત રખાશે. ઈવીએમની પાંચ ટકા ચકાસણી અંગે પણ સુપ્રિમ કોર્ટે મહત્ત્વના નિર્દેશો આપ્યા છે.
સુપ્રિમ કોર્ટે ઈવીએમ-વીવીપેટને મેચ કરવાની માગ કરતી અરજીઓ પર મહત્ત્વપૂર્ણ ચૂકાદો આપ્યો છે. આ મામલે સુપ્રિમ કોર્ટે તમામ અરજીઓ ફગાવતા કહ્યું કે આવું કરવાની કોઈ જરૂર જ નથી. સુપ્રિમ કોર્ટે કહ્યું કે મતદાન પછી ૪પ દિવસ સુધી ઈવીએમ સુરક્ષિત રખાશે.
સુપ્રિમ કોર્ટે આજે વોટર વેરિફાઈડ પેપર ઓડિટ ટ્રેલ (વીવીપેટ) ની સાથે ઈલેક્ટ્રોનિક વોટીંગ મશીનો (ઈવીએમ) માં પડેલા વોટોની ૧૦૦ ટકા વેરીફિકેશનની માગણી કરતી અરજી પર મોટો ચૂકાદો આપ્યો હતો. કોર્ટે તમામ અરજીઓ ફગાવી દીધી છે અને સૂચવ્યું હતું કે ચૂંટણી પંચે ભવિષ્યમાં વીવીપેટ સ્લિપમાં બાર કોડ પર પણ વિચાર કરવો જોઈએ. આ સાથે બેલેટ પેપરથી મતદાન કરાવવાની માગ પણ ફગાવી દેવામાં આવી હતી.
સુપ્રિમ કોર્ટે તેના ચૂકાદામાં વધુમાં કહ્યું કે ચૂંટણીના પરિણામ આવી ગયાના ૭ દિવસ સુધીમાં ઉમેદવારો તપાસની માગ કરી શકશે અને તેના માટે જે કંઈ ખર્ચ આવશે તો તે ઉમેદવારે ભોગવવાનો રહેશે. આ સાથે સુપ્રિમ કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે વીવીપેટની તમામ સ્લિપ સાથે ઈવીએમને મેચ નહીં કરવામાં આવે.
સુપ્રિમ કોર્ટે ઈવીએમ દ્વારા જ મતદાન કરવાનું ચાલુ રાખવાનો નિર્ણય કરતા કહ્યું છે કે ચૂંટણીમાં બીજા કે ત્રીજા સ્થાને રહેલો કોઈપણ ઉમેદવાર પ ટકા ઈવીએમ ચેક કરાવી શકશે. તેની તપાસમાં થયેલો ખર્ચ ફરિયાદ કરનાર ઉમેદવારે ઊઠાવવાનો રહેશે. જો ગેરરીતિ કે ગરબડ સામે આવશે તો ઉમેદવારને ખર્ચો પરત કરી દેવાશે. કોર્ટે એમ પણ કહ્યું છે કે, વીવીપેટ સ્લિપને મતદાન પછી ઓછામાં ઓછા ૪પ દિવસ સુધી સાચવવી પડશે. આ એટલા માટે છે કે કોઈપણ વિવાદના કિસ્સામાં, તેને ઈવીએમમાં પડેલા મત સાથે મેચ કરી શકાય.
અગાઉ આ કેસમાં જજ સંજી ખન્નાએ ચૂંટણી પંચને સવાલો કરતા પૂછ્યું હતું કે, 'માઈક્રો કંટ્રોલર કંટ્રોલ યુનિટમાં હોય છે કે પછી વીવીપેટમાં, માઈક્રો કંટ્રોલર વન ટાઈમ પ્રોગ્રામેબલ એટલે કે એક જ વખત પ્રોગ્રામ કરી શકાય છે કે ફરીથી પણ પ્રોગ્રામ કરી શકાય છે, તમારી પાસે કેટલા સિમ્બોલ લોડિંગ યુનિટ છે, તમે ડેટાને ૩૦ દિવસ સુરક્ષિત રાખો છો કે ૪પ દિવસ અને તમામ ઈવીએમના ત્રણેય યુનિટની સીલિંગ એકસાથે કરવામાં આવે છે કે પછી કંટ્રોલ યુનિટ અને વીવીપેટને અલગ રાખવામાં આવે છે?'
ચૂંટણી પંચે અગાઉની સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, દરેક ઈવીએમ સાથે વીવીપેટ મેચ કરવું શક્ય નથી. પંચે કહ્યું કે પહેલાથી જ એવો નિયમ છે કે વીવીપેટને કોઈપણ પ ટકા ઈવીએમ સાથે મેચ કરી શકાય છે. આવી સ્થિતિમાં આ એક ખૂબ જ નક્કર નિયમ છે અને કોઈપણ પ્રકારની શંકા દૂર કરે છે. ચૂંટણી પંચે એ પણ ખુલાસો કર્યો કે આજ સુધી કોઈ ઈવીએમ હેક થયું નથી. આવી સ્થિતિમાં તેના પર સવાલ ઊઠાવવા ટેકનિકલ દૃષ્ટિકોણથી યોગ્ય નથી.
નોંધનીય છે કે સુપ્રિમ કોર્ટમાં કેટલાક સંગઠનોએ ઈવીએમમાં પડેલા વોટોની વીવીપેટના સ્લિપ સાથે ૧૦૦ ટકા વેરિફિકેશનની માંગ કરતી અરજી કરી હતી. અગાઉની સુનાવણી દરમિયાન સુપ્રિમ કોર્ટમાં જસ્ટિસ સંજીવ ખન્નાની અધ્યક્ષક્ષતાવાળી બેન્ચે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. આ બેન્ચમાં જસ્ટિસ દીપાકર દત્તા પણ સામેલ હતાં. આ પહેલા બુધવારે, કોર્ટે ભારતના ચૂંટણી પંચના એક અધિકારીને ઈવીએમની કામગીરી સાથે સંબંધિત કેટલાક ટેકનિકલ પાસાઓની સ્પષ્ટતા કરવા માટે બોલાવ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial