Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નાણાંકીય વર્ષ-ર૦ર૩-ર૪ દરમિયાન
દ્વારકા તા. ર૬ : નાણાંકીય વર્ષ ર૦ર૩-ર૪ માં યાત્રાધામ દ્વારકાના વિશ્વપ્રસિદ્ધ દ્વારકાધીશ જગતમંદિરની આશરે ૮૧.પ૦ લાખ જેટલા યાત્રિકોએ મુલાકાત લઈ દર્શન કર્યા હતાં. વર્ષ દરમ્યાન અંદાજે ર૩.૭૮ કરોડની રોકડ ભેટ સ્વરૂપે અર્પણ કરાઈ હતી. આભુષણોમાં આશરે ૧.૭૦ કિલો સોનું તથા પ૦.૬૦ કિલો જેટલી ચાંદી ભાવિકો દ્વારા શ્રીજીના ચરણોમાં અર્પણ કરાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા દાયકામાં દ્વારકા યાત્રાધામમાં આવતા ભાવિકોની સંખ્યામાં તેમજ શિવરાજપુુર બીચ તથા અન્ય ટુરીસ્ટ ડેસ્ટીનેશનના માળખાકીય વિકાસ સાથે સુવિધાસભર માહોલમાં તેમજ કુદરતી સૌંદર્યની સાથોસાથ મૌસમની મહેરબાની સમાન યાત્રાધામ દ્વારકા યાત્રીકો તથા સહેલાણીઓની પહેલી પસંદ બની ગયું છે. જેથી ટુરીઝમના વિકાસની સાથે સમગ્ર ક્ષેત્રમાં મુલાકાતીઓની સંખ્યામાં ઉત્તરોતર વધારો જોવા મળ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial