Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નબળા પડેલા હયાત ટ્રેકની જગ્યાએ મનપા દ્વારા
જામનગર તા. ર૬: જામનગરમાં કરોડો રૂપિયાના ખર્ચે તળાવની પાળનો વિકાસ કરવામાં આવ્યો હતો, જ્યાં હૈયાત જોગીંગ ટ્રેક નબળો પડતા હવે રૂપિયા ૧ કરોડ ૪૦ લાખના ખર્ચે નવો જોગીંગ ટ્રેક પાથરવામાં આવનાર છે. આ માટે ગતિવિધિ ચાલી રહી છે.
જામનગરની મધ્યમાં આવેલ તળાવની પાળનો આશરે ૪૦ કરોડના ખર્ચે વિકાસ કરવામાં આવ્યો હતો. વર્ષ ર૦૧પ માં આ તળાવનું લોકાર્પણ થયા પછી નવ વર્ષ પૂર્ણ થતા હૈયાત રનિંગ જોગીંગ ટ્રેક જે ૩ મીટર પહોળો અને ૧.૮ કિ.મી. લંબાઈનો છે. તેની સ્થિતિ સ્થાપકતા નબળી પડી છે.
આથી હૈયાત જોગીંગ ટ્રેક ઉપર નવો સિન્થેટિક ટ્રેક પાથરવામાં આવશે જે માટે આશરે રૂ. ૧ કરોડ ૪૦ લાખનો ખર્ચ કરવામાં આવશે. હાલ ટેસ્ટીંગ કામગીરી ચાલી રહી છે. જો તેમાં યોગ્ય પરિણામ મળશે તો નવા ટ્રેકીંગ જોગીંગ ટ્રેકનું કામ હાથ ધરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, તળાવની પાળે સવાર અને સાંજ મળી આશરે ૧૪ હજારથી વધુ લોકો આવી રહ્યા છે. સવારના ૬૪૦૦, સાંજના ર૮૦૦ અને સિનિયર સિટીઝનના પપ૦૦ જેટલા પાસ ઈસ્યુ થયા છે.
આ ઉપરાંત રણમલ તળાવ પાર્ક-ર માં વિકાસ કરવાનો પ્રોજેક્ટ પણ અમલમાં આવનાર છે. ત્યાં પણ જોગીંગ ટ્રેક બનાવવાનું આયોજન છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial