Advertisement
Author: નોબત સમાચાર

ભારતીય હવામાન ખાતાએ લોકોપયોગી પાંચ એપ્લીકેશનો બનાવી

જિલ્લા આ૫ત્તિ વ્યવસ્થાપન કેન્દ્રની ગાઈડલાઈન્સ

જામનગર તા. ર૬: જામનગર જિલ્લાના નાગરિકો ભારતીય હવામાન વિભાગ દ્વારા નિર્મિત એપ્લિકેશનનો ઉપયોગ કરીને હવામાનને લગતી તમામ જાણકારી મેળવી શકશે. હીટવેવ, વીજળી, વાવાઝોડા, અતિવૃષ્ટિ વગેરે કુદરતી આપત્તિ વિષે જાણકારી ઉપલબ્ધ બનશે.

ભારતીય હવામાન વિભાગ (આઈએમડી) દ્વારા મૌસમ એપ, દામિની એપ, મેઘદૂત એગ્રો એપ અને પબ્લિક ઓબઝર્વેશન એપ જેવા હવામાન ચેતવણી અંગેની એપ્લિકેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે. સમગ્ર જામનગર જિલ્લાના નાગરિકો આ પ્લેટફોર્મનો મહત્તમ પ્રમાણમાં ઉપયોગ કરે તે હેતુથી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા માર્ગદર્શિકા પ્રસિદ્ધ કરવામાં આવી છે.

મૌસમ એપઃ ભારતીય હવામાન વિભાગ અને મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સીસ દ્વારા મોબાઈલ એપ્લિકેશન આધારિત સેવાઓ માટે અત્યાધુનિક ટેક્નોલોજીથી સુસજ્જ મૌસમ એપનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ મોબાઈલ એપ્લિકેશન્સ ગુગલ પ્લેસ્ટોર અને એપલ એપસ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાશે. યુઝર્સ વેધર ચેંજ, ફોરકાસ્ટ, રડાર દ્વારા અપલોડ કરાયેલી તસવીરો અને અગમચેતીના સંદેશા આ એપમાંથી મેળવી શકશે.

આ મોબાઇલ એપમાં ૫ જેટલા ફિચર્સ સામેલ છે, જે મુજબ કરન્ટ વેધર હેઠળ મૌસમ એપમાં ૨૦૦ જેટલા શહેરોને આવરી લેવામાં આવ્યા છે. જેમાં વર્તમાન તાપમાન, ભેજનું પ્રમાણ, પવનની ગતિ અને દિશા, સુર્યોદય- સુર્યાસ્ત અને ચંદ્રોદય અને ચંદ્રાસ્તને દિવસમાં ૮ વખત અપડેટ કરવામાં આવે છે. નાઉકાસ્ટ હેઠળ મૌસમ એપમાં ૮૦૦ જેટલા સ્ટેશનને આવરી લેવામાં આવ્યા છે. જેમાં રાજ્ય હવામાન વિભાગના માર્ગદર્શન હેઠળ સ્થાનિક હવામાનની જાણકારી દર ત્રણ કલાકે મળી રહે છે.  સિટી ફોરકાસ્ટ હેઠળ આ ફિચર્સ વડે સમગ્ર ભારતના ૪૫૦ જેટલા શહેરોના છેલ્લા ૨૪ કલાક અને ૭-દિવસ દરમિયાન હવામાનની આગાહી અને તેનો રેકોર્ડ તપાસી શકાય છે. વોર્નિંગ્સ હેઠળ હાલમાં સમગ્ર દેશમાં હીટવેવનો ગંભીર ખતરો તોળાઈ રહ્યો છે. ત્યારે મૌસમ એપ દ્વારા આગામી ૫ દિવસ માટે તમામ જિલ્લાઓમાં દિવસમાં ૨ વખત ચેતવણીઓ જારી કરવામાં આવે છે. નાગરિકોને સચેત કરવા માટે રેડ, ઓરેંજ અને યેલ્લો એમ ૩ કલર કોડ દ્વારા મેસેજ પહોંચાડવામાં આવે છે. રેડ ઝોન એ સૌથી ગંભીર કેટેગરી છે. જેમાં અસરગ્રસ્ત લોકોએ તાત્કાલિક ધોરણે સારવાર મેળવવી જોઈએ. ઓરેન્જ ઝોન દરમિયાન નાગરિકોએ હીટવેવથી બચવા માટેની માર્ગદર્શિકાનું પાલન કરવાનું હોય છે. યેલ્લો ઝોન દરમિયાન નાગરિકોને હીટવેવથી બચવા માટેના મેસેજ પહોંચાડવામાં આવે છે. રડાર પ્રોડક્ટસ હેઠળ મૌસમ એપમાં લેટેસ્ટ સ્ટેશન મુજબ દર ૧૦ મિનિટે રડાર ડેટા અપડેટ કરવામાં આવે છે. 

મૌસમ મોબાઇલ એપ્લિકેશનમાં યુઝર ફ્રેન્ડલી ઈન્ટરફેસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મોબાઈલ એપનું નિર્માણ ઈક્રિસેટની ડિજિટલ એગ્રીકલ્ચર એન્ડ યુથ (ડે) ટીમ, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મેટિરોલોજી પૂણે અને ભારતીય હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. 

દામિની એપઃ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મેટિરોલોજી, પુણે અને મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સીસ દ્વારા સમગ્ર દેશના વિવિધ ભાગોમાં લગભગ ૪૮ સેન્સર સાથે લાઈટનિંગ લોકેશન નેટવર્કનું નિર્માણ કર્યું છે. જે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મેટિરોલોજી, પુણે ખાતે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ સાથે જોડાયેલા છે. આ નેટવર્ક વીજળી પડવાની સંભાવના વિશે ચોક્કસ માહિતી પ્રદાન કરે છે. તેમજ થંડરસ્ટ્રોમ મૂવમેન્ટ પાથ  એટલે કે વાવાઝોડા વિષે સચોટ માહિતી આપે છે. આ એપ વીજળી, લાઈટનિંગ સ્ટ્રાઈકનું ચોક્કસ સ્થાન, ૪૦ ચોરસ કિલોમીટરના વિસ્તારની આસપાસ તોળાઈ રહેલી વીજળીના સંભવિત સ્થાનો અને વાવાઝોડાની હિલચાલ અને દિશાની માહિતી આપે છે. આ ઉપરાંત જયારે વાવાઝોડું આવે અને વીજળી પડે ત્યારે સાવચેતીના પગલાં અને અન્ય જરૂરી માહિતી પણ પુરી પાડે છે.

મેઘદૂત એગ્રો એપઃ મેઘદૂત મોબાઈ લ એપ્લિકેશન ખેડૂતોને હવામાનની માહિતીના આધારે પાકની સલાહ આપે છે. આ એપનું નિર્માણ ભારતીય હવામાન વિભાગ, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મેટિરોલોજી - પૂણે અને ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા કરવામાં આવ્યું છે.

આ એપ્લિકેશનમાં ખેડૂતો માટે એડવાઈઝરી અંગ્રેજી અને સ્થાનિક એમ બંને ભાષાઓમાં માહિતી ઉપલબ્ધ છે. મેઘદૂત એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ ખેડૂતે તેમનો મોબાઇલ નંબર અને તેમની પસંદગીની ભાષાનો ઓપશન સિલેક્ટ કરીને સાઈન ઈન કરવાનું રહેશે. આ એપ્લિકેશનમાં એગ્રો મેટ ફિલ્ડ યુનિટ્સ દ્વારા દર મંગળવારે અને શુક્રવારે પાકની માહિતી, પશુધન વ્યવસ્થાપન અંગે પ્રતિ જિલ્લાવાર માહિતી આપવામાં આવે છે. તેમજ હવામાન માહિતી, પાકની વાવણી, જંતુનાશક દવાઓ અને ખાતરનો ઉપયોગ, ઈન્જેશન શેડ્યુલિંગ અને પ્રાણીઓ માટે રસીકરણ જેવી તમામ માહિતી ઉપલબ્ધ છે.

આ ઉપરાંત મેઘદૂત એપ્લિકેશનમાં વરસાદ, તાપમાન, ભેજનું પ્રમાણ, પવનની ગતિ અને દિશાને લગતીપાંચ દિવસની માહિતી આપવામાં આવે છે.

મેઘદૂત એપ ગુગલ પ્લેસ્ટોર અને એપલ એપસ્ટોર પર ઉપલબ્ધ છે. 

પબ્લિક ઓબઝર્વેશન એપઃ આ એપ્લિકેશન યુઝર્સને તેમના લોકેશન મુજબ હવામાનની માહિતી પૂરી પાડે છે. યૂઝર્સ આ એપ પર પોતાનો ફીડબેક પણ આપી શકે છે.આ એપ્લિકેશન ડ્યુઅલ મોડ ધરાવેછે.

જામનગર જિલ્લાના તમામ નાગરિકો આ તમામ એપ્લિકેશનનો મહત્તમ ઉપયોગ કરીને હવામાન સંબંધિત તમામ જાણકારીઓ મેળવી શકશે. તેમ મામલતદારશ્રી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh