Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સંબંધિત કર્મચારી સામે મ્યુનિ. કમિશનરને રાવ
જામનગર તા. ર૬ : જામનગર મહાનગરપાલિકાના બદલી કામદારો મહાનગર પાલિકાના કર્મચારી ગણાય નહીં તેવો જવાબ આપી એનઓસી આપવાની ના પાડવામાં આવતા જવાબદાર અધિકારી સાથે પગલા લેવાની માંગ સામે મ્યુનિ. કમિશનર સમક્ષ રજુઆત કરવામાં આવી છે.
જામનગર જિલ્લા સફાઈ કામદાર યુનિયનના પ્રેમજીભાઈ બાબરીયાએ આ રજુઆતમાં જણાવ્યું છે કે, જામનગર જિલ્લા સફાઈ કામદાર યુનિયન બે ટ્રેડ યુનિયન છે અને સફાઈ કામદારોનું પ્રતિનિધિત્વ કરે છે.
બદલી કામદારને પગાર સ્લિપ આપવામાં આવે છે. છતાં સોલીડ વેસ્ટ શાખાના કંટ્રોલીંગ અધિકારી મુકેશ વરણવા કહે છે કે બદલી કામદાર મહાનગર પાલિકાના કર્મચારી ગણાય નહીં આથી એનઓસી આપી શકાય નહીં. આમ તેણે સર્ટીફાઈડ સ્ટેન્ડીંગ બોર્ડસના અનુ. ૧ સેકશન-૩ (૧)ની જોગવાઈનો ભંગ કરેલ છે. આથી મુકેશ વરણવા સામે સ્ટે ઓડર્સના ભંગ બદલ કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial