Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બપોરે ગરમી તો રાત્રિના ઠંડકનો અનુભવઃ
જામનગર તા. ર૬: જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન અડધા ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩પ.પ ડીગ્રી નોંધાયું હતું.
જામનગરમાં તેજીલા વાયરાઓ વચ્ચે મિશ્ર ઋતુ અનુભવાઈ રહી છે. સાંજથી લઈને સવાર સુધી ઠંડક તો બપોરે ગરમી પડી રહી છે. નગરમાં તાપમાનમાં ધીમે-ધીમે વધારો થઈ રહ્યો છે. આજે સવારે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન અડધો ડીગ્રી વધીને મહત્તમ તાપમાન ૩પ.પ ડીગ્રી જ્યારે અડધો ડીગ્રી ઘટીને લઘુતમ તાપમાન ર૪ ડીગ્રી નોંધાયું હતું.
નગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮ ટકા વધીને ૮૩ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૩૦ થી ૩પ કિ.મી.ની રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial