Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના ઓશવાળ વેલફેર ટ્રસ્ટમાં રવિવારે યોજાશે નિઃશુલ્ક ફિઝિયોથેરાપી કેમ્પ

શરીરની આંતરિક તપાસ પણ કરી અપાશે

જામનગર તા. ર૬: ઓશવાળ વેલફેર ચેરીટેબલ ટ્રસ્ટમાં વર્લ્ડ ઓફ વૈભવના સહયોગથી સંપૂર્ણ આંતરિક શરીરની નિઃશુલ્ક તપાસ સાથે ફિઝીયોથેરાપી કેમ્પ તા. ર૮ એપ્રિલ ર૦ર૪ ને રવિવારે સવારે ૯-૩૦વાગ્યેે યોજાશે.

આ કેમ્પમાં આપના શરીરની આંતરિક તપાસ કરી આપવામાં આવશે. જેમાં વજન અને ઊંચાઈ, બીએમઆઈ, શરીરમાં ચરબીનું પ્રમાણ, ચરબી વિના શરીરનું વજન, સ્નાયુમાં ચરબીનું પ્રમાણ, વિસરલ ફેટ, પ્રોટીન, શરીરમાં પાણીની માત્રા, શરીરની ઉંમર, ઓબેસિટી લેવલ, વજન કેટલું હોવું જોઈએ. તે ઉપરાંત હાડકાને લગતી તકલીફ માટે ફિઝીયોથેરાપી કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ બધી તપાસ વર્લ્ડ ઓફ વૈભવ સંસ્થા દ્વારા કરી આપવામાં આવશે. વર્લ્ડ ઓફ વૈભવ સંસ્થા છેલ્લા પંદર વર્ષથી માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સાથે કામ કરી લાખો લોકોને સારી જિંદગી આપવામાં સફળ બની છે. રવિવારે જામનગરવાસીઓને લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

જે લોકો પોતાનું વજન ઓછું કરવા માંગે છે એ લોકોએ ખાસ આ કેમ્પમાં હાજર રહેવું કારણ કે શરીરમાં કોઈ પણ બીમારીનો જન્મ વજન વધવાના લીધે થતો હોય છે તો દવા વિના કઈ રીતે વજન ઓછું કરી શકાય તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે. તેમજ બીજી કોઈ પણ બીમરીથી પિડીત લોકોને પણ માર્ગદર્શન અપાશે.

ડાયાબિટીસ પણ કુદરતી રીતે નિયંત્રણમાં લાવી શકાય છે અને ડાયાબિટીસની દવા સપૂર્ણ રીતે બંધ કરવી શકય છે. આ કેમ્પમાં ભાગ લેવા સંસ્થાના ટ્રસ્ટી કીર્તિભાઈ દોઢિયા તેમજ પ્રોજેકટ ચેરમેન વિઠ્ઠલભાઈ ધોળકિયાએ અનુરોધ કર્યો છે.

કેમ્પના આયોજનનું સ્થળ ઓશવાળ વેલફેર ચેરીટેબલ ટ્રસ્ટ, ન્યુ જેલની સામે, પવનચક્કીથી આગળ, જામનગર છે. આ કેમ્પ વિશે વધુ માહિતી માટે પ્રોજેકટ કો-ઓર્ડીનેટર સ્નેહાબેન ભાયાણી (મો. ૭૬૦૦૭૦૦૯૪૪) પર સંપર્ક કરવા જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh