Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આરોપી પક્ષ દ્વારા કરાયેલી દલીલો ગ્રાહ્યઃ
જામનગર તા. ૨૬: જામનગરના એક યુવતીએ પતિ, સાસુ, નણંદ, જેઠ સામે ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે લગ્ન વખતે પતિની ઉંમર ૧૮ વર્ષથી ઓછી હોવાનું તપાસમાં શોધી કાઢ્યા પછી પતિ સામે બાળ અદાલતમાં અને બાકીના ત્રણ આરોપી સામે ચીફ કોર્ટમાં ચાર્જશીટ કર્યું હતું. તે કેસ ચાલી જતાં ચીફ કોર્ટે ત્રણેય આરોપીનો છૂટકારો કર્યાે છે.
જામનગરના અંજલીબેન ટાંકે પોલીસમાં સાસુ જમનાબેન વલ્લભભાઈ ટાંક, નણંદ ખુશાલી ટાંક, જેઠ શ્રીધર ટાંક સામે ત્રાસ આપ્યાની ઘરમાંથી કાઢી મુક્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસના અંતે પતિ સામે બાળ અદાલતમાં અને સાસરિયા પક્ષ સામે ચીફ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કર્યું હતું.
તે કેસ ચાલવા પર આવતા આરોપીના વકીલે દલીલ કરી હતી કે, આ કિસ્સામાં લગ્ન વખતે પતિની ઉંમર ૧૮ વર્ષથી નીચેની હતી અને ફરિયાદીની ઉંમર ૨૪ વર્ષની હતી તેથી પોલીસે બાળ આરોપી ગણી પતિ સામે બાળઅદાલતમાં ચાર્જશીટ કર્યું છે અને બાળ અદાલતે પતિને ડિસ્ચાર્જ કર્યા છે એટલે કે આ કિસ્સામાં લગ્ન કાયદેસરના નથી અને ફરિયાદી કાયદેસરના પત્ની નથી. તેથી તેઓએ ફરિયાદમાં કરેલા આક્ષેપ મભમ છે તથા આરોપી વિરૂદ્ધ આક્ષેપો પુરવાર થતાં નથી. અદાલતે તે દલીલ ગ્રાહ્ય રાખી સાસુ, જેઠ, નણંદનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ ચંદ્રેશ મોતા, મૈત્રી ભુત, ભરતસિંહ એલ. જાડેજા અને સાહીના એફ. દલ રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial