Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમરાપરમાંથી દેશી દારૂ પકડાયોઃ
જામનગર તા. ૨૬: જામજોધપુરના ઝીણાવારી ગામમાં એક શખ્સના મકાનમાંથી પોલીસે અંગ્રેજી દારૂની નાની મોટી ચાર બોટલ પકડી પાડી છે. જ્યારે અમરાપર ગામમાંથી એક શખ્સ દેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો છે. તેણે સપ્લાયરનું નામ પોલીસ સમક્ષ ઓકી નાખ્યું છે.
જામજોધપુર તાલુકાના ઝીણાવારી ગામમાં રહેતા રમેશ કરશનભાઈ સોલંકી નામના સગર શખ્સના મકાનમાં બુધવારની રાત્રે જામજોધપુર પોલીસે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડ્યો હતો.
તે મકાનની તલાશી લેવાતા ત્યાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની બે મોટી બોટલ તથા બે ચપટા મળી આવ્યા હતા. પોલીસે દારૂનો જથ્થો કબજે કરી રમેશ સોલંકીની ધરપકડ કરી છે.
જામજોધપુર તાલુકાના અમરાપર ગામમાં જોગીપામાં રહેતા સરમણ કાનાભાઈ વાઢીયા નામના શખ્સના મકાન પાસે ગઈકાલે સાંજે જામજોધપુર પોલીસે દરોડો પાડી ચેક કરતા ત્યાંથી ૪૨ લીટર દેશી દારૂ સાથે ભરત કારાભાઈ મંડેરા નામનો શખ્સ મળી આવ્યો હતો. પોલીસે ભરત મંડેરાની ધરપકડ કરી સરમણની શોધ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial