Advertisement
Author: નોબત સમાચાર

સુભાષપરામાં બે મકાનમાં સોનાના હીયરીંગ તથા રોકડ સહિત રૂ. ૭૧ હજારની મત્તાની ચોરી

શ્રમિક મહિલાના ચાંદીના દાગીના, મોબાઈલ ચોરાયાઃ

જામનગર તા. ૨૬: જામનગરના શંકરટેકરી સુભાષપરામાં બે મકાનમાંથી સોનાનું હીયરીંગ અને રોકડ રકમ ચોરાઈ ગયાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે. જ્યારે ગોકુલનગર પાસે સરકારી સ્કૂલમાં ચાલતા બાંધકામના સ્થળે મજૂરીકામ કરતા એક મહિલાના ચાંદીના દાગીના અને મોબાઈલ ઉપડી ગયા છે.

જામનગરના શંકરટેકરી વિસ્તારમાં આવેલા સુભાષ પરામાં શેરી નં.૨માં રહેતા શાહીનાબેન જાવિદભાઈ બ્લોચ નામના મહિલાના મકાનમાં ગઈ તા.૧૪ની રાત્રિથી તા.૧૬ની સવાર સુધીમાં ચોરી થઈ હતી. તેમના મકાનમાં બારીમાંથી કોઈ શખ્સ પ્રવેશ્યા પછી ઓરડામાં પડેલા કબાટમાંથી સાડા આઠ ગ્રામ વજનના સોનાના લટકણીયા ચોરી લીધા હતા.

તે ઉપરાંત બાજુમાં આવેલા ચંદનબેન મુકેશભાઈ ગણેશીયા નામના મહિલાના મકાનમાંથી રૂ. ૭ હજાર રોકડા પણ તસ્કરે ઉઠાવ્યા હતા. ઉપરોક્ત ચોરીની શાહિનાબેને ગઈકાલે સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે કુલ રૂ. ૭૧ હજારની મત્તા ચોરી જવા અંગે અજાણ્યા તસ્કર સામે આઈપીસી ૩૮૦, ૪૫૪, ૪૫૭ હેઠળ ગુન્હો નોંધ્યો છે. પીએસઆઈ એમ.વી. દવેએ તપાસ હાથ ધરી છે.

જામનગરના ગોકુલનગર રડાર રોડ પર આંગણવાડી પાછળ આવેલી સરકારી સ્કૂલમાં ચાલી રહેલા બાંધકામમાં મજૂરીકામ માટે આવીને રહેતા દાહોદ જિલ્લાના દરબારા તાલુકાના રેખાબેન રાજુભાઈ ગણાવા નામના મહિલા અને તેમના પરિવારના સભ્યો ગઈ તા.૧૬ની રાત્રે બાંધકામના સ્થળે જ નિદ્રાધીન થયા હતા.

ત્યારપછી રાત્રિના સમયે કોઈ શખ્સ ત્યાં આવ્યો હતો તેણે રેખાબેનના ચાંદીના સાંકળા, માળા, પગની ત્રણ વીટી, એક મોબાઈલ મળી કુલ રૂ. ૯૮૦૦ની મત્તાની ચોરી કરી લીધી હતી. રેખાબેને ગઈકાલે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પીએસઆઈ આર.કે. ખલીફાએ ગુન્હો નોંધી તપાસ આદરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh