Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ડોર-ટુ-ડોર સર્વેક્ષણમાં તાવના પ૬૮ કેસ મળ્યાઃ માર્ગદર્શન અપાયું

વિશ્વ આરોગ્ય દિનની ઉજવણીના ભાગરૂપે

જામનગર તા. ર૬: જામનગરમાં મેલેરિયા દિનની ઉજવણી કરવામાં આવી હતી. તાજેતરમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ઘરે ઘરે સર્વેક્ષણ કરવામાં આવતા પ૬૮ તાવના કેસ મળી આવ્યા હતાં.

જામનગર મહાનગર પાલિકાની આરોગ્ય શાખા દ્વારા રપ એપ્રિલના વિશ્વ મેલેરિયા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો, જે નિમિત્તે તા. રર થી ર૪ એપ્રિલ સુધી ઘરે ઘરે સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું.

જેમાં ૩૮,૮૧૦ ઘરોની મુલાકાત કરવામાં આવી હતી. તેમાંથી ૭રપ ઘરમાં મચ્છરના પોરા જોવા મળ્યા હતાં અને ર,ર૭,પ૧૩ જેટલા પાત્રોની ચકાસણી કરવામાં આવી હતી, જ્યારે પ૬૮ તાવના કેસ મળી આવાતા આવા દર્દીઓને જરૂરી દવા આપવામાં આવી હતી.

શહેરમાં દૈનિક ધોરણે ૧૩ હજાર ઘરનું સર્વે કરવામાં આવી રહ્યું છે. આ કામગીરી તા. ૩૦-૪-ર૦ર૪ સુધી ચાલુ રહેનાર છે.

આરોગ્ય કેન્દ્રમાં આવતા નગરજનોને પણ આરોગ્ય વિષયક સૂચનાઓ આપવામાં આવી રહી છે. ખાસ કરીને પાણી ભરેલ વાસણો ઢાકીને રાખવા, પાણીની ટાંકી, ફૂલદાની, કુલર, ફ્રીજની ટ્રે અઠવાડિયામાં એક વખત સાફ કરવી, અગાસીના છજ્જા, સેલરમાં ચોમાસામાં પાણી ભરાઈ ન રહે તે માટે સફાઈ જાળવવી, ધાબા ઉપર ખાસ કરીને ચોમાસા સિઝનમાં ખાલી નકામા ટાયરો, વાસણો, અન્ય ભંગારનો નિકાલ કરવો, દર રવિવારે ૧૦ મિનિટનો સમય ફાળવી પાણીના તમામ પાત્રોની ચકાસણી કરવી, મચ્છરના પોરા જોવા મળે તો તેને સાફ કરી સૂકવી નાંખ્યા પછી જ ઉપયોગમાં લેવા જેથી ચિકનગુનિયા, મેલેરિયા જેવા રોગચાળાથી બચી શકાય.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh