Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મતદાન-ચૂંટણી એજન્ટ, ઉમેદવાર-મતદારોને
જામનગર તા. ર૬ : લોકસભા સામાન્ય ચૂંટણી ર૦ર૪ માટેનું મતદાન તા.૭-પ-ર૪ ના યોજાનાર છે. મતદાનના દિવસે મતદારોના મતની ગુપ્તતા જળવાઈ રહે, મતદાનની પ્રક્રિયામાં કોઈ અવરોધ ઊભો ન થાય તથા જાહેર સલામતી જળવાઈ રહે તે માટે મતદાન મથકની અંદર મોબાઈલ ફોન જેવા ઉપકરણો સાથે પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.એન. ખેર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.
જે મુજબ જામનગર જિલ્લામાં નક્કી થયેલા મતદાન મથકોમાં મતદાન એજન્ટ, ઉમેદવાર કે તેના ચૂંટણી એજન્ટ તેમજ સંબંધિત મતદાન મથકના નોંધાયેલા મતદારો મોબાઈલ ફોન સાથે તારીખ ૭-પ-ર૦ર૪ ના સવારે ૭ કલાકથી સાંજના ૬ કલાક સુધી પ્રવેશ કરી શકશે નહીં.
ચૂંટણી ફરજ સોંપાયેલ સરકારી અધિકારી અને કર્મચારીઓ તથા ચૂંટણી અધિકારીએ ખાસ અધિકૃત કરેલ અધિકારીઓ, કર્મચારીઓ કે વ્યક્તિઓને ઉપરોકત જાહેરનામું લાગુ પડશે નહીં. આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial