Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોતાના ભાઈના જામીન થતાં ન હોવાથી ઉશ્કેરાયોઃ
જામનગર તા. ૨૬: જામનગરની સાધનાકોલોની વિસ્તારમાં એક મહિલાને રોકી કુખ્યાત શખ્સે અગાઉ કરેલી ફરિયાદમાં સમાધાન માટે દબાણ કરી ગાળો ભાંડ્યા પછી સમાધાન ન કરો તો તે મહિલાના પુત્રને મારી નાખવાની ધમકી આપી હતી. આ મહિલાએ અગાઉ પોતાની દુકાનમાં ઘૂસી આ શખ્સ તથા તેના ભાઈએ લૂંટ ચલાવ્યાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપીના ભાઈના જામીન મંજૂર થતાં ન હોવાથી તેણે ધમકી આપ્યાનું ખૂલ્યું છે.
જામનગરના રણજીત સાગર રોડ પર આવેલી સાધના કોલોનીના પહેલા ઢાળીયે વસવાટ કરતા અને ત્યાં જ દુકાન ચલાવતા ભાવનાબેન મુકેશભાઈ તન્ના નામના સિંધી લોહાણા મહિલા ગઈ તા.૨૮ની બપોરે પોતાના ઘર પાસે હતા. ત્યારે સાધના કોલોનીમાં જ રહેતો હિતેશ સોમાભાઈ ચાવડા નામનો કુખ્યાત શખ્સ આવ્યો હતો.
થોડા મહિના પહેલા ભાવનાબેને પોલીસમાં હિતેશ તથા તેના ભાઈ બિપીન સોમાભાઈ સામે લૂંટની ફરિયાદ નોંધાવી હતી. આ ગુન્હામાં પોલીસે બંને આરોપીની ધરપકડ કરી હતી. આરોપીમાંથી હિતેશે હાઈકોર્ટમાંથી જામીન મેળવ્યા હતા. જ્યારે બિપીન હજુ પણ આ બાબતે જેલમાં છે. ત્યારે કેસમાં સમાધાન કરી લેવાનું કહેવા માટે હિતેશ સોમાભાઈ આવ્યો હતો.
આ શખ્સે સમાધાન કરવા દબાણ કરી ભાવનાબેન સાથે ગાળાગાળી કરી હતી અને સમાધાન નહીં કરો તો તમારા દીકરાને જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. ભાવનાબેને ગઈકાલે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial