Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અનુભવી મધ્યસ્થિઓ આપી રહ્યા છે સેવાઃ
જામનગર તા. ૨૬: જામનગર જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા ઉજાસ-એક આશાનું કિરણ શિર્ષક હેઠળ વૈવાહિક તકરાર માટે પ્રિ-લીટીગેશન કાયમી લોક અદાલત સ્થાપવામાં આવી છે.
જામનગર જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા વૈવાહિક વિવાદોના નિરાકરણ માટે જામનગરમાં કાયમી પ્રિ- લીટીગેશન લોકઅદાલત શરૂ કરવામાં આવી છે. વૈવાહિક વિવાદોને સૌહાર્દ અને શાંતિપૂર્ણ રીતે ઉકેલવાના હેતુ અને પરિવારોને મજબુત બનાવવાના ઉદેશથી લોક અદાલત શરૂ કરાઈ છે.
પક્ષકારોને તકરાર અંગે કાનૂની કાર્યવાહી કરતા પહેલા શાંતિપૂર્ણ અને અસરકારક નિરાકરણની સુવિધા આપવા માટે લોકઅદાલત પ્રયત્ન કરશે. અનુભવી મધ્યસ્થિઓને તેમાં જોડવામાં આવ્યા છે. લાંબી અને ખર્ચાળ અદાલતી કાર્યવાહી ટાળી નિરાકરણને પ્રાથમિકતા આપવામાં આવશે.
વધુ વિગત તેમજ લોકઅદાલતમાં નોંધણી કરાવવા માટે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળનો અથવા ચેરમેન એન.આર. જોષી, સેક્રેટરી જે.પી. પરમારનો અથવા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, પ્રથમ માળ, સિવિલ કોર્ટ, જામનગર, ૦૨૮૮-૦૫૫૦૧૦૬નો સંપર્ક કરી શકાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial