Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે
દ્વારકા તા. ર૬ : યાત્રાધામ દ્વારકામાં નાગેશ્વર રોડ પર આવેલા શ્રી સ્વામિનારાયણ આશ્રમમાં વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે દેવભૂમિ દ્વારકામાં બિરાજમાન ઘનશ્યામ મહારાજ આદિ દેવોના પ્રથમ વાર્ષિક પાટોત્સવ નિમિત્તે તા. ર૬-પ-ર૦ર૪ ને રવિવારથી તા. ૩૦-પ-ર૦ર૪ ને ગુરૂવાર સુધી સત્સંગિજીવન પંચાન્હ પારાયણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
સંસ્થાના પ્રેરક તથા સંસ્થાપક ગોવિંદપ્રસાદદાસજી સ્વામીના માર્ગદર્શનમાં યોજાનાર પંચાન્હ પારાયણ કથામાં દરરોજ સવારે ૯ થી ૧૧-૩૦ તથા બપોરે ૩ થી ૬ સુધી કથાવકતા શા.સ્વા. રાધારમણદાસજી (રાજકોટ - જામજોધપુર)ની સંગીતમય શૈલીમાં ઉપસ્થિત હરિભકતોને કથાનું રસપાન કરાવવામાં આવશે.
આ સંસ્થાના સ્થાપક સ્વામી ગોવિંદપ્રસાદજીએ તેમનું સંપૂર્ણ જીવન દ્વારકાના ગોમતી રોડ પર આવેલ સ્વામિનારાયણ મંદિરમાં ઘનશ્યામ મહારાજ તથા આવનારા હરિભકતોની સેવામાં વ્યતીત કર્યુ છે. હાલમાં તેમણે હરિભકતોના સહયોગથી કો.સ્વા. જેપી સ્વામી તથા દીપુભગતના સહકારથી નવા સંકુલનું થોડા સમય પહેલા જ નિર્માણ કર્યુ છે. આ નવા સંકુલમાં ઘનશ્યામ મહારાજ તથા આદિ દેવોની અલૌકિક મૂર્તિઓ સ્થાપિત છે. હરિભકતો માટે આ સંસ્થા એક દર્શનીય સ્થળ છે. તેમજ હરિભકતો માટે રહેવા તથા ભોજન માટે તેમજ સત્સંગ માટે પણ અલાયદી વ્યવસ્થા ઉપલબ્ધ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial