Advertisement
Author: નોબત સમાચાર

રૂ. ર લાખના ચેક પરત ફર્યાના કેસમાં જામનગરના આસામીને છ મહિનાની કેદ

ચેક મુજબની રકમનો દંડ ભરવા આદેશઃ

જામનગર તા. ૨૬: લાલપુરના ગલ્લા ગામના એક આસામીએ જામનગરના આસામી સામે રૂ. ર લાખના ચેક પરતની કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસમાં અદાલતે આરોપીને છ મહિનાની કેદની સજા અને ચેકની રકમ મુજબનો દંડ ભરવા હુકમ કર્યાે છે.

લાલ૫ુર તાલુકાના ગલ્લા ગામમાં રહેતા દિવ્યરાજસિંહ પ્રવીણસિંહ જાડેજા પાસેથી જામનગરના પ્રકાશભાઈ મોહનભાઈ ચાવડાએ રૂ. ૨ લાખ હાથઉછીના મેળવ્યા હતા. તેની પરત ચુકવણી માટે પ્રકાશભાઈએ ચેક આપ્યો હતો.

ઉપરોક્ત ચેક બેંકમાંથી પરત ફરતા નોટીસ પાઠવ્યા પછી દિવ્યરાજસિંહે જામનગરની કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી પ્રકાશભાઈ મોહનભાઈ ચાવડાને છ મહિનાની કેદની સજા અને રૂ. ર લાખનો દંડ ફટકાર્યાે છે. દંડ ભરવામાં ન આવે તો વધુ એક મહિનાની સજા ફરમાવાઈ છે. સજાના હુકમ સમયે આરોપી હાજર ન હોવાથી તેની સામે સજાનું વોરંટ કાઢવામાં આવ્યું છે. ફરિયાદી તરફથી વકીલ ભગીરથસિંહ ઝાલા રોકાયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh