Advertisement
Author: નોબત સમાચાર

જામજોધપુરના ધ્રાફામાં ગંજીપાના વડે જુગાર રમતા ચાર શખ્સ સામે ગુન્હો

લાલપુરના ખટીયા ગામ પાસે તીનપત્તી રમતા ચાર પકડાયાઃ

જામનગર તા. ૨૬: જામજોેધપુરના ધ્રાફા ગામમાં ગઈકાલે સાંજે ગંજીપાના વડે જુગાર રમતા ચાર શખ્સ ઝડપાયા છે. જ્યારે લાલપુરના ખટીયા પાટીયા પાસેથી મોડી રાત્રે ગંજીપાનાનો જુગાર પોલીસે પકડી પાડ્યો છે. પાટણ ગામમાંથી એક વર્લીબાજ  ગિરફતમાં આવ્યો છે.

જામજોધ૫ુર તાલુકાના ધ્રાફા ગામમાં સાત વડલા સીમમાં ગઈકાલે સાંજે જુગાર રમાતો હોવાની બાતમી પરથી શેઠવડાળા પોલીસ સ્ટેશનના સ્ટાફે મહિપતસિંહ જાડેજાએ ખેડૂતના ખેતર પાસે ખરાબામાં દરોડો પાડતા ત્યાં એક ઝાડ નીચે ગંજીપાના કૂટતા ચાર શખ્સ મળી આવ્યા હતા.

ત્યાંથી સંજયસિંહ જુવાન સિંહ જાડેજા, મુળરાજસિંહ બળવંતસિંહ જાડેજા, શક્તિ સિંહ મુળરાજસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ સજનસિંહ જાડેજા નામના ચાર શખ્સ તીનપત્તી રમતા મળી આવતા પોલીસે પટમાંથી રૂ. ૭૩૨૦ રોકડા કબજે કરી જુગારધારાની કલમ ૧૨ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

જામજોધપુરના પાટણ ગામમાં ગઈકાલે સાંજે જાહેરમાં ઉભા રહી વર્લીના આંકડા લખતા દેવજી પ્રેમજીભાઈ બારીયા નામના શખ્સને પોલીસે પકડી પાડ્યો છે.

લાલપુર તાલુકાના ખટીયા ગામના પાટીયા પાસે ગઈકાલે રાત્રે તીનપત્તી રમી રહેલા રાજુ મોહનભાઈ લાલવાણી, અશોક રાયદેભાઈ પરમાર, મુન્ના કારાભાઈ પરમાર, દેવરખીભાઈ પુંજાભાઈ પરમાર નામના ચાર શખ્સને મેઘપર પોલીસે પકડી લઈ રૂ. ૧૦,૩૯૦ રોકડા કબજે લીધા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh