Advertisement
Author: નોબત સમાચાર

શાળાના બાંધકામના સ્થળેથી દાગીના મોબાઈલની ચોરી કરનાર શખ્સ ઝબ્બે

એલસીબીએ મુદ્દામાલ કબજે કરી હાથ ધરી પૂછપરછઃ

જામનગર તા. ૨૬: જામનગરના ગોકુલનગર વિસ્તારમાંથી એલસીબીએ એક શખ્સને ચાંદીના દાગીના તથા મોબાઈલ સાથે પકડી પાડ્યા પછી પૂછપરછ કરતા તેણે થોડા દિવસ પહેલા રડાર રોડ પર એક શાળાના બાંધકામના સ્થળેથી ચોરી કર્યાની કબૂલાત આપી છે.

જામનગરના ગોકુલનગર રડાર રોડ પર ગઈકાલે સ્થાનિક ગુન્હાશોધક શાખાના સ્ટાફ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગમાં સ્ટાફના મયુદ્દીન, અરજણભાઈ, ધર્મેન્દ્રસિંહને મળેલી બાતમીના આધારે વિજય ચનાભાઈ ચૌહાણ નામના રાવળ શખ્સને અટકાયતમાં લેવાયો હતો.

આ શખ્સની તલાશી લેવાતા તેની પાસેથી ચાંદીના સાંકળા, ચાંદીની બે બંગડી, ગળામાં પહેરવાની ચાંદીની મોતીની માળા, પગમાં પહેરવાની બે વીટી તથા રૂ. ૨૫૦૦નો મોબાઈલ મળી આવ્યો હતો. તેણે ઉપરોક્ત ચીજવસ્તુઓ થોડા દિવસ પહેલા ગોકુલનગરમાં આવેલી સરકારી શાળામાં ચાલતા બાંધકામના સ્થળેથી ચોરી કર્યાની કબૂલાત આપી છે. એલસીબીએ કુલ રૂ. ૯૮૦૦નો મુદ્દામાલ કબજે કરી વિજય ચનાભાઈ ચૌહાણની પૂછપરછ યથાવત રાખી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh