Advertisement
Author: નોબત સમાચાર

રાજકોટમાં મોટર પડાવી લેવાના કૌભાંડમાં બંને આરોપી ઝબ્બેઃ ૪૭ મોટર કબજે કરાઈ

રૂપિયા સાડા ત્રણ કરોડની મોટરો પોલીસે રીકવર કરીઃ

જામનગર તા. ૨૬: રાજકોટના કેટલાક આસામીઓ પાસેથી મોટર ભાડે મેળવી તેને બારોબાર વેચી નાખી અથવા ગિરવે મૂકી દઈ જામનગર અને રાજકોટના બે શખ્સે ૫૫ મોટર પડાવી લીધાની ફરિયાદ ઉઠી છે. જેમાં પોલીસે બંને આરોપીની ધરપકડ કરી ૪૭ મોટર ઝબ્બે લીધી છે.

રાજકોટમાં ખાનગી ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા કેટલાક આસામીઓ પાસેથી સેલ્ફ ડ્રાઈવીંગમાં મોટર ભાડે લઈ જઈ જામનગરના બિલાલશા હસનશા શાહમદાર તથા રાજકોટના આકાશ ગોગનભાઈ કોટડીયા નામના શખ્સોએ પચ્ચાસેક જેટલી મોટર ઓળવી લીધાની પોલીસમાં ફરિયાદ થઈ હતી.

આ શખ્સોએ જુદા જુદા આસામીઓને ભાડુ આપ્યા વગર જ મોટરો મેળવી હતી અને અન્ય સ્થળે તે મોટરને ગિરવે મૂકી દેવા કે વેચી નાખવાનું કૃત્ય કરી રોકડા મેળવી લીધા હતા. આ બાબતની ફરિયાદનો દૌર શરૂ થયા પછી રાજકોટ ક્રાઈમ બ્રાંચે રૂ. ૩,૫૧,૦૦,૦૦૦ની કિંમતની ૪૭ મોટર કબજે કરી છે. આ શખ્સોએ ભાડે મેળવેલી મોટર જામનગર, મોરબી, સુરત, કચ્છ, સુરેન્દ્રનગર, રાધનપુરમાં ગિરવે કે વેચી નાખી હતી. ત્યાંથી તપાસનીશ પોલીસ ટીમે મોટરો કબજે કરવાનું શરૂ કર્યું છે અને બંને શખ્સની ધરપકડ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh