Advertisement
Author: નોબત સમાચાર

વીજચોરી કેસમાં આરઓ પ્લાન્ટના સંચાલકને એક વર્ષની કેદની સજા

પુરવણી બીલની ત્રણ ગણી રકમનો ફટકારાયો દંડઃ

જામનગર તા. ૨૬: જામનગરના દરેડના મસીતિયા રોડ પર આરઓ પ્લાન્ટમાં સાડા ચાર વર્ષ પહેલાં કરાયેલા વીજ ચેકીંગમાં પ્લાન્ટના સંચાલક સામે વીજચોરીનો આક્ષેપ મુકાયો હતો. તે કેસ ચાલી જતાં અદાલતે વીજચોરી પુરવાર માની આ આસામીને એક વર્ષની કેદની સજા અને રૂ. ૨,૬૭,૧૫૯નો દંડ ભરવા આદેશ કર્યાે છે.

જામનગરના દરેડથી મસીતીયા રોડ પર ગઈ તા.૧-૧૧-૧૯ના દિને વીજ કંપનીની ચેકીંગ ટૂકડીએ હાથ ધરેલી કાર્યવાહીમાં ત્યાં આરઓ પ્લાન્ટ ધરાવતા નિલેશ ભીખાભાઈને ત્યાં ચેકીંગ કરતા આ આસામી વીજચોરી કરતા હોવાનું જણાઈ આવ્યું હતું. તેઓને રૂ. ૮૯૦૫૩નું પુરવણી બીલ આપવામાં આવ્યું હતું અને વીજ અધિનિયમ હેઠળ ફોજદારી ફરિયાદ કરાઈ હતી.

તે કેસ ચાલવા પર આવતા સરકાર પક્ષે ૧૪ દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા, છ સાહેદની જુબાની રજૂ કરી હતી બંને પક્ષ તરફથી રજૂ થયેલી દલીલો સાંભળ્યા પછી અદાલતે આરોપી નિલેશ ભીખાભાઈને તક્સીરવાન ઠરાવી એક વર્ષની કેદની સજા તથા પુરવણી બીલથી ત્રણ ગણી રકમનો દંડ ફટકાર્યાે છે. દંડની રકમ ભરવામાં ન આવે તો વધુ છ મહિનાની સજાનો હુકમ કરવામાં આવ્યો છે. સરકાર તરફથી પીપી રાજેશ વશીયર રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh