Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બેડેશ્વર આરોગ્ય કેન્દ્ર દ્વારા
જામનગર તા. ર૬: જામનગર મહાનગરપાલિકા હસ્તકના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બંદર રોડ જામનગરના કર્મચારીઓએ એક યુવાનનો બ્લડ ગ્રુપનો રિપોર્ટ ખોટો આપ્યો હતો. આ અંગે જવાબદારો સામે પગલાં લેવાની માંગ સાથે મ્યુનિ. કમિશનર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. બેડેશ્વર-ધરારનગર-૧ માં રહેતા ધ્રુવલ વી. જોષીએ મહાનગરપાલિકા સંચાલિત બેડેશ્વર આરોગ્ય કેન્દ્રમાં પોતાના બ્લડ ગ્રુપ જાણવા માટે રિપોર્ટ કરાવ્યો હતો જેમાં તેને 'એ' નેગેટીવ બ્લડ ગ્રુપ હોવાનો લેખિત રિપોર્ટ આપવામાં આવ્યો છે.
આ બાબતે શંકા જતા ધ્રુવલ જોષીએ અન્ય બે સ્થળે બ્લડ ગ્રુપીંગ રિપોર્ટ કરાવતા ત્યાંથી એ પોઝિટિવ ગ્રુપનો રિપોર્ટ મળ્યો હતો જે સાચો હતો. આમ જામનગર મહાનગર પાલિકા સંચાલિત બેડેશ્વરના આરોગ્ય વિભાગના કર્મચારીની બેદરકારી જોવા મળતા તેની સામે પગલાં લેવા જોઈએ તેવી માંગણી સાથેની રજૂઆત મ્યુનિ. કમિશનર સમક્ષ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial