Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં સ્થિતિ વધુ ગંભીરઃ તીવ્ર અછત
જીનીવા તા. ર૬: સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા તાજેતરમાં ભૂખમરા અંગે જે રિપોર્ટ જાહેર થયો છે, તે મુજબ ર૮ કરોડથી વધુ લોકો દુનિયામાં ભૂખમરાથી પીડાઈ રહ્યા છે. યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં ખોરાકની તીવ્ર અછત અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટ અનુસાર વર્ષ ર૦ર૩ માં પ૯ દેશોના લગભગ ર૮.ર કરોડ લોકો ભૂખથી પીડાવા માટે મજબૂર બન્યા હતાં. સંયુક્ત રાષ્ટ્રે બુધવારે વૈશ્વિક અન્ન પરિસ્થિતિ અંગે 'ગ્લોબલ રિપોર્ટ ઓન ફૂડ ક્રાઈસિસ'માં આ માહિતી આપી હતી.
આ રિપોર્ટ અનુસાર યુદ્ધગ્રસ્ત ગાઝામાં મોટાભાગના લોકોએ ખોરાકની ગંભીર અછતનો સામનો કરવો પડ્યો હતો. ર૦રર માં ર.૪ કરોડથી વધુ લોકોને ખોરાકની ગંભીર અછતનો સામનો કરવો પડ્યો હતો. જે પાછળનું કારણ ગાઝા પટ્ટી અને સુદાનમાં ખાદ્ય સુરક્ષાની કથળતી સ્થિતિ હતી.
યુએન ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશનના મુખ્ય અર્થશાસ્ત્રી મેક્સિમો ટોરેરોએ જણાવ્યું હતું કે,દ આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોએ ભૂખમરોનું એક પ્રમાણ નક્કી કર્યું છે, જેમાં પાંચ દેશોમાં ૭,૦પ,૦૦૦ લોકો પાંચમા તબક્કામાં છે, જેને ઉચ્ચ્ સ્તર માનવામાં આવે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ર૦૧૬ માં વૈશ્વિક અહેવાલની શરૂઆતથી અત્યાર સુધીમાં ભૂખમરાથી પીડિત લોકોની આ સૌથી વધુ સંખ્યા છે.
અહેવાલમાં અનુમાન લગાવવામાં આવ્યો છે કે ગાઝામાં લગભગ ૧૧ લાખ લોકો અને દક્ષિણ સુદાનમાં ૭૯ હજાર લોકો જુલાઈ સુધીમાં પાંચ તબક્કામાં પહોંચી શકે છે અને ભયંકર ખોરાકની અછતનો સામનો કરી શકે છે. ઈઝરાયેલ અને હમાસ વચ્ચે સાત મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. રિપોર્ટ અનુસાર સંઘર્ષને કારણે હૈતીમાં ખાદ્ય અસુરક્ષા વધશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial