Advertisement
Author: નોબત સમાચાર

જામજોધપુર વિધાનસભા વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્દઘાટન

ભાજપના ઉમેદવાર પુનમબેન માડમના સમર્થનમાં યોજાયા રોડ શો અને જંગી જાહેર સભા

જામજોધપુરમાં વિવિધ સમાજના આગેવાનો, સંસ્થાઓ દ્વારા પૂનમબેન માડમનું ભવ્ય સ્વાગત

જામજોધપુર તા. ર૬: લોકસભા ચૂંટણીમાં ૧ર-જામનગર લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તથા વર્તમાન સંસદ સભ્ય પૂનમબેન માડમના પ્રચાર-પ્રસારાર્થે તથા સંગઠનના સંકલન કાર્ય માટે જામજોધપુર વિધાનસભા વિસ્તારના ભાજપના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ સાથે પૂનમબેન માડમના સમર્થનમાં જંગી જાહેર સભા તથા રોડ શો પણ યોજાયા હતાં.

જામજોધપુરમાં મધ્યસ્થ કાર્યાલયના ઉદ્દઘાટન પ્રસંગે યોજાયેલ જાહેર સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતાં. આ તકે પૂનમબેન માડમે પ્રાસંગિક ઉદ્દબોધન કરી જણાવ્યું હતું કે આટલી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહીને લોકોએ મોદીની ગેરેન્ટી ઉપર પોતાનો વિશ્વાસ વ્યક્ત કરી દીધો છે. છેલ્લા દસ વર્ષમાં કેન્દ્રની મોદી સરકારે છેવાડાના માનવીને તમામ યોજનાઓનો લાભ મળે તે દિશામાં સફળતા પૂર્વક કામો કર્યા છે.

આ ચૂંટણી ભારતની ભાવિ પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે અને ભારતની અવિરત વિકાસ કૂચમાં સહભાગી થવા માટેનો આપણાં સૌ માટે અવસર છે. લોકસભાની ચૂંટણીમાં ૭મી મેએ મતદાનના દિવસે વધુમાં વધુ મતદાન કરવા અને કમળને મત આપવા પૂનમબેન માડમે સૌને અનુરોધ કર્યાે હતો.

જામજોધપુર શહેરના મુખ્ય માર્ગ ઉપર પૂનમબેન માડમનો ભવ્ય રોડ શો યોજાયો હતો. તેમાં પણ ભાજપના આગેવાનો, કાર્યકર્તાઓ તેમજ નગરજનો, મહિલાઓ મોટી સંખ્યામાં જોડાયા હતાં.

રોડ શો દરમ્યાન ઠેર-ઠેર વિવિધ સમાજ, જ્ઞાતિના આગેવાનો, ગરબી મંડળ, સામાજિક સંસ્થાઓ દ્વારા પુષ્પ વર્ષા અને ફુલહારથી ઉમળકાભેર સ્વાગત કરી તેમના વિજય માટે સમર્થનની ખાત્રી આપી હતી. ત્યાર પછી મધ્યસ્થ કાર્યાલયના પરિસરમાં જાહેર સભા યોજાઈ હતી. જેમાં પ્રચંડ જનમેદની ઉમટી પડી હતી.

આ પ્રસંગે જિલ્લા પ્રમુખ રમેશભાઈ મુંગરા, જિલ્લા મહામંત્રી દિલીપભાઈ ભોજાણી, અભિષેસકભાઈ પટવા, પ્રવિણસિંહ જાડેજા, પૂર્વમંત્રી ચિમનભાઈ સાપરીયા, પૂર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહ જાડેજા, ચિરાગ કાલરીયા, શહેર તાલુકા પંચાયત પ્રમુખ જે.ટી. ડોડીયા, શહેર ભાજપ પ્રમુખ જયેશભાઈ ભાલોડીયા, તાલુકા પંચાયત પ્રભારી ખુશાલભાઈ જાવિયા, પૂર્વ જિલ્લા પંચાયત મહામંત્રી ચેતનભાઈ કડીવાલ, અગ્રણી આગેવાન અમુભાઈ, જિલ્લા પંચાયતના સભ્યો, મોરચાના પદાધિકારીઓ, શહેર સંગઠનના પદાધિકારીઓ, હોદ્દેદારો, કાર્યકર્તાઓ, મહિલાઓ, સામાજિક અગ્રણીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh