Advertisement
Author: નોબત સમાચાર

મતદાન મથકથી ૧૦૦ મીટરની ત્રિજ્યામાં ચારથી વધુ વ્યક્તિએ એકઠા થવા પ્રતિબંધ

જામનગર જિલ્લામાં હુકમો જાહેર કરાયા

જામનગર તા. ર૬: લોકસભા સામાન્ય ચૂંટણી ર૦ર૪ માટેનું મતદાન જામનગર જિલ્લામાં ૭-પ-ર૪ ના થનાર છે. મતદાનના દિવસે મતદાન મથકની આજુબાજુના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનિય બનાવ ન બને તથા મતદારો શાંતિપૂર્વક મતદાન કરી શકે તે હેતુથી મતદાન મથકથી ૧૦૦ મીટરની ત્રિજ્યામાં એકઠા થવા પર પ્રતિબંધ મુકવો જરૂરી જણાય છે.

તેથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.એન.ખેર, જામનગર દ્વારા બહાર પાડવામાં આવેલા પ્રતિબંધાત્મક જાહેરનામામાં જણાવ્યા અનુસાર, ચારથી વધુ વ્યક્તિઓને મતદાન મથકોથી ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમં એકઠા થવા પર સવારના ૭ થી સાંજના ૬ કલાક સુધી ચાર રસ્તા કરતા વધારે વ્યક્તિઓની મંડળી કોઈએ ભરવા કે બોલાવી શકાશે નહીં, તેમજ સરઘસ કાઢવા પર એકઠા થવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

ઉકત પ્રતિબંધાત્મક જાહેરનામું સરકારી નોકરીમાં અથવા તેમની ફરજની રૂએ રોજગારીમાં હોય તેવી વ્યક્તિઓને, ફરજ ઉપર હોય તેવા બિનપોલીસ દળો જેવા કે ગૃહ રક્ષક દળના સભ્યો, ગ્રામ રક્ષક દળ, સીઆઈએસએફ. ફોરેસ્ટ, કસ્ટમ, સેન્ટ્રલ એકસાઈઝ એનસીસી વગેરે કે, જેઓને ખાસ પોલીસ અધિકારીના અધિકારો એનાયત કરાયેલા હોય તેવા તમામ વ્યક્તિઓને આ જાહેરનામું લાગુ પડશે નહીં.

ઉપરાંત લગ્નના વરઘોડા, સ્મશાન યાત્રા, લોકસભા, સામાન્ય ચૂંટણી ર૦ર૪ માટે મતદાર યાદીમાં નોંધાયેલા માન્ય મતદારોની મતદાન સમયેની હરોળ-લાઈનને, પોલીસ અધિક્ષક અથવા તેમણે અધિકૃત કરેલા અધિકારી, જિલ્લા ચૂંટણી અધિકારી મદદનીશ ચૂંટણી અધિકારી કે. સંબંધિત તાલુકા મામલતદારએ અધિકૃત કરેલા વ્યક્તિઓને આ જાહેરનામું લાગુ પડશે નહીં. ઉપરોકત પ્રતિબંધાત્મક હુકમોનો ભંગ કરનારી કે ઉલ્લંઘન કરનારી વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ મુજબ સજાને પાત્ર બનશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh