Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા- જામનગર હાઈ-વે પર જગાડાડાના સ્થાનકે અખાત્રીજે હવન

સમસ્ત વિઠ્ઠલાણી પરિવારને ઉપસ્થિત રહેવા અનુરોધ

દ્વારકા તા. ૧૧ઃ રાજાધીરાજ શ્રી દ્વારકાધીશ ભગવાન, રાજ રાજેશ્વરી કુળધાત્રી સમસ્ત વિઠ્ઠલાણી પરિવારના કુળદેવી શ્રી સિકોતેર માતાજી તેમજ શ્રી સુરાપુરા જગાડાડાની પ્રેરણાથી સમસ્ત વિઠ્ઠલાણી કુટુંબના કલ્યાણાર્થે દ્વારકા-જામનગર હાઇવે, બરડીયામાં આવેલા શ્રી જગાડાડાના સ્થાનકે દર વર્ષની જેમ આ વર્ષે પણ હવનનું ભવ્ય આયોજન આગામી તા.૩૦-૪-૨૦૨૫ (અખાત્રીજ)ને બુધવારના સવારે ૧૦.૦૦ કલાકથી કરાયું છે.

બીડું હોમવાનો સમય બપોરે ૪.૦૦ કલાકે તેમજ ત્યારબાદ સાધુ ભંડારો તથા મહાપ્રસાદીનું આયોજન સાંજે ૭.૦૦ કલાકે શ્રી જગાડાડા ધામ, જામનગર હાઈવે, બરડીયામાં કરવામાં આવેલ છે. આ પાવન પ્રસંગે સર્વે કુટુંબીજનોએ પોતાની બહેન, દીકરીઓ સાથે હાજર રહી અલૌકીક લાભ લેવા જણાવાયું છે.

હવનમાં બેસવાની ઇચ્છા ધરાવનાર કુટુંબીજનોએ પોતાના નામ શરદભાઈ વિઠ્ઠલાણી (મો.૯૮૭૯૭ ૬૯૮૩૮), ધવલભાઈ વિઠ્ઠલાણી (મો.૯૦૬૭૩ ૨૩૨૦૬), મનાભાઇ વિઠ્ઠલાણી (મો.૯૬૬૨૯ ૪૧૧૭૦), કનુભાઈ વિઠ્ઠલાણી (મો.નં.૯૦૧૬ર ર૪૪૦૫) (તા.રપ-૪-૨૦૨૫ સુધીમાં નોંધાવી આપવાના રહેશે. જે નામો આવશે તે બધા વચ્ચે તા.૨૬-૪-૨૦૨પ ના સાંજે ૭ઃ૦૦ કલાકે જગતમંદિરમાં આવેલા વિઠ્ઠલાણી પરિવારના કુળદેવી શ્રી સિકોતેર માતાજીના સાંનિધ્યમાં ચીઠ્ઠી નાખવામાં આવશે. જેઓના નામ આવશે તેઓને હવનના યજમાન બનવાનો અવસર પ્રાપ્ત થશે. ગત વર્ષે જે દંપતીએ હવનની પૂજાનો લાભ લીધેલ હોય તેમણે આ વર્ષે નામ ન લખાવવા આયોજકો દ્વારા જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh