Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભ્રષ્ટ પરિબળોના કારણે ઘાસ વિતરકો, પથારાવાળાઓ સામેની 'કડક' કાર્યવાહી પણ તંત્રોનું 'નાટક' હોવાની છાપ જનમાનસમાં ઊભી થઈ છે
જામનગર તા. ૧૧ઃ જામનગર મહાનગરપાલિકા તંત્ર દ્વારા છેલ્લા એકાદ મહિનાથી જાહેરમાં ઘાસચારાના વેંચાણ કરનારા, રખડતા ઢોરના માલિકો, રસ્તાઓ ઉપર દબાણ કરી ટ્રાફિક સમસ્યા સર્જનારા સામે કડક અને નિયમિત કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીની ચોક્કસપણે થોડા સમય માટે ધારી અસર થાય છે અને જામનગરની જનતાને આંશિક રાહત પણ મળી રહે છે.
પણ... ખાટલે મોટી ખોટ હોય તેમ આ જ મનપા તંત્રના ચોક્કસ સંલગ્ન વિભાગના પેધી ગયેલા નીચેના સ્ટાફની મીઠી નજર અને કથિત બેફામ હપ્તાખોરીના દૂષણના કારણે કડક કાર્યવાહીની અસર થોડા સમય પછી 'શૂન્ય' થઈ જાય છે... અને પરિણામે દર વખતે કરવામાં આવતી આવી કામગીરીનો ફિયાસ્કો થયો હોવાની ટીકા સાથે મનપા તંત્ર છાસવારે 'નાટક' કરતું હોય તેવી છાપ પ્રજાના માનસમાં જોવે.
જામનગરની જનતાને અતિસય ત્રાસરૃપ રખડતા, ભટકતા લોકોને-વાહનોને હડફેટે લેતા, ગંદકી ફેલાવતા ઢોરના ત્રાસમાંથી મુક્તિ મળી રહે છે, પણ કૂતરાઓનો ત્રાસ-આતંક વધી રહ્યો છે. જાહેરમાં ઘાસચારો વેંચનારા પણ કડક અમલવારીના કારણે અત્યારે તો ગાયબ થઈ ગયા છે.
આ ઉપરાંત તાજેતરમાં જ મનપા તંત્રએ વધુ એક વખત કોમર્શિયલ કોમ્પલેક્ષોના પાર્કિંગના દબાણ હટાવી પાર્કિંગને સુવ્યવસ્થિત કરવા નોટીસો આપી છે. જોઈએ... આ વખતની નોટીસોની બજવણી પછી કેવી અમલવારી થાય છે? અને કેટલી રાહત થાય છે?
જાહેર માર્ગો પરણો હટાવવામાં મનપા તંત્ર બર્ધનચોક, દરબારગઢ, વિસ્તારમાં બરાબર કામે લાગ્યું છે અને આ વિસ્તારને દબાણમુક્ત કરવાનો જાણે સારો સંકલ્પ કર્યો હોય તેમ નિયમિતપણે પથારાવાળા, રેકડીવાળાના દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે, પણ... જામનગર શહેરની મધ્યમાં ત્રણબત્તીથી બેડીગેઈટ, બેડીગેઈટથી ટાઉનહોલ, બેડીગેઈટથી જુની દિપક ટોકીઝ સુધીના માર્ગ પર તેમજ જી.જી. હોસ્પિટલની સામેની દુકાનો બહારના દબાણના ખડકલા, રેંકડીઓના દબાણો હટાવવા શા માટે કડકમાં કડક કાર્યવાહી થતી નથી?
બેડીગેઈટ ચોકમાં જ સુપર માર્કેટ સામે ખાદીભંડાર તરફથી પંચેશ્વર ટાવર તરફની ગોલાઈમાં જ એક હોટલવાળાનું ફૂટપાથ ઉપર તેમજ ગોલાઈના માર્ગ ઉપર રસ્તા ઉપરના દબાણના કારણે અતિ વ્યસ્ત ટ્રાફિકવાળા આ વિસ્તારમાં અવારનવાર ટ્રાફિક જામનીસમસ્યા સર્જાય છે. આથી મોટા અકસ્માતો થાય છે. ફૂટપાથમાં ચા બનાવવાનું મોટું સ્ટેન્ડ, ફૂટપાથની બહાર પાણીની મોટી ટાંકી, અન્ય નાના-મોટા ડબલા-કેન રાખીને આ ગોળઈ આ હોટલવાળાએ જાણે બાનમાં લીધી હોય તેવી સ્થિતિ સવારથી રાત્રિ સુધી જોવા મળે છે. એટલું જ નહીં, આ હોટલ પાસે ચા-પીવાવાળા પોતાના ટુ-વ્હીલર વાહનો, રિક્ષાવાળા છોટાહાથી જેવા વાહનોવાળા રસ્તા વ ઊભા રહીને ચા પીતા હોય છે, અને અહીં નજીક જ ખાડામાં ગંદા પાણી ભરાયેલા રહે છે. અનેક લોકો અહીં અડીંગો જમાવીને પડ્યા રહે છે.
આવી જ હાલત બેડીગેઈટથી દિપક ટોકીઝ સુધીના માર્ગ ઉપર ખાદીભંડારવાળી સાઈડમાં રેંકડીઓવાળા રસ્તા વચ્ચોવચ્ચ ખડકાયેલા રહે છે, તો સામેની સાઈડમાં સાયકલના શો-રૃમવાળા ફૂટપાથ ઉપર તેમજ રસ્તા ઉપર પાર્કિંગની જગ્યાએ પ૦-૬૦ સાયકલોને ડીસ પ્લેમાં ગોઠવી દ્યે છે... અહિં વાહન પાર્ક ક્યાં કરવા?
જામનગરમાં શહેરની મધ્યમાં જુના રેલવે સ્ટેશનના જર્જરિત મકાનને તો અંતે તોડી પાડવામાં આવ્યું છે, બાજુમાં ફ્લાય ઓવર બની રહ્યો છે, તેમ છતાં અંબર ચોકડી પાસેના ત્રિકોણિયાવાળી મોટી જગ્યામાં અને તેની બહાર રસ્તા ઉપર ઝુંપડાવાળાના દબાણો સમગ્ર શહેરની કદરૃપી તસ્વીર દર્શાવે છે. રેલવે તંત્ર અને મનપાએ સંયુક્ત રીતે આ વિસ્તારના દબાણો કાયમ માટે દૂર કરવાની જરૃર છે.
ફૂટપાથો પરાણો દૂર થાય, પાર્કિંગની જગ્યાઓ ખાલી રહે તેવી જડબેસલાક વ્યવસ્થા કરવામાં નહીં આવે ત્યાં સુધી નગરની જનતાને ટ્રાફિક સમસ્યામાં રાહત મળે જણાતું નથી.
ગુરુદ્વારા ચોકડી પાસે ગુરુદ્વારા સામે જ એક શેરડીની દુકાન બહાર ગ્રાહકો, ગ્રાહકોના વાહનો હાલ ગરમીની સિઝનમાં ખડકાયેલા રહેતા હોવાથી સાંકડા અને અતિ વ્યસ્ત માર્ગ ઉપર લોકોને વાહનચાલકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે.
ઉપર જણાવેલા લગભગ દરેક સ્થળે ટ્રાફિક પોલીસ અને સહાયકો હોય જ છેેેેેેેેેેેેેેેેેેેેેેેે, છતાં... આ અમારા કાર્યક્ષેત્રમાં, ફરજમાં નથી આવતું, તેમ જણાવી લોકોને હેરાન થતા મુકપ્રેક્ષક બની રહેછે. (તેમાં પણ હપ્તાખોરી?!
જામનગરમાં વાહનચાલકો અને રાહદારીઓને અનુકૂળ અને રાહતરૃપ વ્યવસ્થા ગોઠવવાની તાતિ જરૃર છે. બાકી ટ્રાફિકવાળા વાહનો ટોઈંગ કરી દંડ વસૂલવાની જ કામગીરી કરતા હોય ત્યાં કોની પાસે આશા રાખવી?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial