Advertisement
Author: નોબત સમાચાર

પત્રકાર હોવાનું કહી આસામી પાસેથી પૈસા પડાવાયાની ફરિયાદથી ચકચાર

ત્રણ મહિલા સહિત પાંચ સામે પોલીસે નોંધ્યો ગુન્હોઃ

જામનગર તા.૧૧: જામનગરના ફલ્લા ગામની સીમમાં એક ખેડૂતના ખેતરમાં જેસીબીથી કાંપ પાથરતા યુવાન પાસે જઈ બે પુરૃષ તથા ત્રણ મહિલાએ પોતાની ઓળખ પત્રકાર તરીકેની આપી ફોટા પાડયા પછી રૃા.૩ હજાર પડાવી લીધાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે. પોલીસે બંને પુરૃષની અટકાયત કરી લીધી છે.

જામનગર-રાજકોટ માર્ગ પર આવેલા ફલ્લા ગામમાં રહેતા બકાભાઈ જહાભાઈ બાંભવા નામના આસામીએ ગઈ તા.૨૨ના દિને તેઓ જ્યારે તેઓ ભરતભાઈ દલસાણીયાના ખેતરે હતા ત્યારે ત્યાં ધસી આવેલા અને પોતાની ઓળખ પત્રકાર તરીકે આપી કેટલાક વ્યક્તિઓએ બળજબરીથી પૈસા પડાવ્યાની ફરિયાદ પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવતા ચકચાર જાગી છે.

ફરિયાદમાં તેઓએ જણાવ્યા મુજબ તા.૨૨ની બપોરે તેઓ ભરતભાઈના ખેતરે માટી ટ્રેક્ટરમાં ભરતા હતા ત્યારે જામખંભાળિયાના પ્રવીણ કરશનભાઈ પરમાર, જામનગર ની શંકરટેકરીમાં રહેતો પૂંજાભાઈ કમાભાઈ ચાવડા, રામેેશ્વરનગરમાં માટેલ ચોક પાસે રહેતી વૈશાલી મનિષભાઈ ધામેચા, મધુરમ રેસીડેન્સીમાં રહેતી જયોતીબેન હેમતભાઈ મારકણા, દિગ્જામ સર્કલ નજીક હનુમાન ટેકરીમાં રહેતા વિરૃબેન સવજીભાઈ પરમાર નામના પાંચ વ્યક્તિ આવ્યા હતા.

આ વ્યક્તિઓએ પોતાની ઓળખાણ પત્રકાર તરીકેની આપી વીડિયો ઉતારવાનું શરૃ કર્યું હતું. આથી જેસીબી વડે માટી ભરતા બકાભાઈએ કેમ આમ કરો છો તેમ કહેતા આ વીડિયો વાયરલ કરવાનું કહી ઉપરોક્ત વ્યક્તિઓએ પૈસાની માગણી કરી હતી અને રૃા.૩ હજાર પડાવી લીધા હતા.

ઉપરોક્ત ફરિયાદ પરથી પોલીસે બીએનએસની કલમ ૩૦૮ (ર), ૫૪ હેઠળ ગુન્હો નોંધી આરોપીઓના સગડ દબાવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલાં જ જિલ્લા પંચાયતના સદસ્ય એલ.આર. જાડેજાએ ધ્રોલ તાલુકાના કેટલાક ગામોના ખેડૂતોને એલર્ટ કરી મેસેજના માધ્યમથી જણાવ્યું હતું કે, કેટલાક વ્યક્તિઓ મોટરમાં આવી રહ્યા છે અને કોઈપણ ખેડૂતના ખેતરમાં કાંપ ઉપાડાતો હોય ત્યાં જઈ પોતાની ઓળખ રેવન્યુ ડિપાર્ટમેન્ટમાંથી આવતા હોવાની આપી તમે ગેરકાયદે રીતે માટી ઉપાડો છો તેમ જણાવી ફોટા પાડ્યા પછી પૈસા પડાવી રહ્યા છે તેથી ખેડૂતોએ સાવચેત રહેવું. તે ઉપરાંત લખધીરસિંહે વધુમાં જણાવ્યું હતું કે બે પુરૃષ તથા ત્રણ મહિલા એક મોટરમાં આવે છે અને તેઓએ બે-ચાર દિવસ પહેલા જ વાંકીયા, લૈયારા અને મોટી બાણુંગાર ગામમાં પણ પૈસા પડાવ્યા છે.

ઉપરોક્ત રજૂઆત પછી આ બાબતની પોલીસમાં ફરિયાદ થતા પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh