Advertisement
Author: નોબત સમાચાર

ઊંડ-૧ ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવાનું કામ શરૃઃ ડેમના હેઠવાસના ગામોને સૂચના

પોલીસ બંદોબસ્ત સાથે

જામનગર સિંચાઈ વિભાગ દ્વારા આગોતરી સૂચના મુજબ આજથી જામનગર તાલુકાના ઊંડ-૧ ડેમમાંથી ૭૦ એમસીએફટી પાણીનો જથ્થો છોડવાનું શરૃ કરવામાં આવ્યું છે. ભૂતકાળમાં પાણી છોડતી વખતે અસરગ્રસ્ત ગામોના ખાતેદારો દ્વારા વિરોધ થયો હતો. તે બાબતને ધ્યાને લઈ પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે ઊંડ-૧ ડેમમાંથી પાણી છોડવાનું શરૃ કરવામાં આવ્યું છે. ઊંડ-૧ ડેમના હેઠવાસના ચેક ડેમો ભરવા માટે પાણી છોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં જામનગર તાલુકાના છ અને ધ્રોળ તાલુકાના આઠ તેમજ જોડિયા તાલુકાના એક ગમ આ ડેમના હેઠવાસમાં આવે છે. આ ગામોના લોકોને નદીના પટમાં અવરજવર નહીં કરવાની તાકીદ કરવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh