Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુવિધા વિહોણી રાવલ, સલાયા, ભાણવડને બનશે ઉપયોગી
ખંભાળિયા તા. ૧૧ઃ ગુજરાત સરકાર દ્વારા રાજ્યના જિલ્લા મથકોમાં જિલ્લા કક્ષાનું મોડેલ ફાયર સ્ટેશન મંજુર થયા હતા. જેમાં દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં ધરમપુર વિસ્તારમાં આર.ટી.ઓ. કચેરી પાસે સાડા ચાર કરોડના ખર્ચે અદ્યતન ફાયર સ્ટેશનનું કામ શરૃ થયું છે.
ખંભાળિયા પાલિકા ચીફ ફાયર ઓફિસર મીતરાજસિંહ પરમારે આ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે સાડા ચાર કરોડના ખર્ચે અદ્યતન સુવિધાવાળું આ મોડેલ ફાયર સ્ટેશન સમગ્ર જિલ્લાના ચારેય તાલુકાના તમામ શહેરો તથા પાલિકા વિસ્તારોનું વહીવટી કાર્ય તથા મોનીટરીગ તથા આગ અકસ્માતના બનાવોમાં સંકલન કરીને કામગીરી કરશે.
મોડેલ ફાયર સ્ટેશન સાડા ચાર કરોડના ખર્ચે બને છે તથા અહીં અઢી કરોડના અગ્નિશામક વાહનો યંત્રો તથા ફેસેલીટી આપવામાં આવશે. દ્વારકા જિલ્લામાં કુલ છ નગરપાલિકાઓ આવેલી છે જેમાં ફાયર સ્ટેશનની સુવિધા માત્ર ખંભાળિયા, દ્વારકા અને ઓખામાં જ છે. સલાયા, ભાણવડ, જામરાવલમાં નથી. આ મોડેલ ફાયર સ્ટેશનમાં ૨૧નો મહેકમ ખંભાળિયા પાલિકા ફાયર બ્રીગેડનો મંજુર થયેલો કામ કરશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial