Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. ૧૪ એપ્રિલે વિવિધ કાર્યક્રમોનું આયોજનઃ
ખંભાળિયા તા. ૧૧ઃ ખંભાળિયા સમસ્ત વાલ્મીકી સમાજ દ્વારા આગામી તા. ૧૪-૪ના આંબેડકરજી જન્મ જયંતિનુ ભવ્ય આયોજન ખંભાળિયા પાલિકા ટાઉનહોલમાં કરાયું છે.
વાલ્મીકી સમાજના ધો. ૧ થી ૧૨ સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ તથા વાલ્મીકી સમાજના નવ નિયુકત હોદ્ેદારોનો સન્માન સમારોહ તથા ડો. આંબેડકરજીની જન્મ જયંતિની ભવ્ય રીતે ઉજવણી કરીને આંબેડકરજીની જીવન કથા વિષે જાણકારી પણ આપવામાં આવશે.
૧૪-૪-૨૫ના સાંજે સાત વાગ્યે યોજાનાર આ કાર્યક્રમમાં આશીર્વચન આપવા જામનગરના શ્રી હરિકૃષ્ણ બાપુ રાધે કૃષ્ણ ઉપસ્થિત રહેશે. તથા વિશેષ અતિથિ તરીકે રાજયના વન અને પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા ઉપસ્થિત રહેશે તથા અતિથિ વિશેષ તરીકે જિલ્લા કલેકટર આર.એમ. તન્ના, જિલ્લા પોલીસ વડા નીતેશકુમાર પાંડે, પ્રાદેશીક પાલિકા નિયામક મહેશ જાની, ડી.વાય.એસ.પી. ડો. હાર્દિક પ્રજાપતિ, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, પાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી, પાલિકા ચીફ ઓફિસર ચેતનભાઈ ડુડીયા તથા ખંભાળિયા ભાજપ શહેર પ્રમુખ મિલન કિરત સાતા ઉપસ્થિત રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial