Advertisement
Author: નોબત સમાચાર

મુંબઈ આતંકી હુમલાના આરોપી તહવ્વુર રાણાને ચાર કરોડના ખર્ચે ભારત લેવાયોઃ ૧૮ દિવસની રિમાન્ડ પર

હવે હાફિઝ સઈદ અને દાઉદી ઈબ્રાહીમનો વારો ?

નવીદિલ્હી તા. ૧૧ઃ મુંબઈ આતંકી હુમલાના આરોપી તહવ્વુરને ચાર કરોડ રૃપિયાના ખર્ચે ભારત લવાયો છે, અને એનઆઈએની કસ્ટડીમાં અદાલતને ૧૮ દિવસના રિમાન્ડ પર મોકલી આપ્યો છે.

૨૬/૧૧ મુંબઈ આતંકી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર હુસૈન રાણાને આખરે ૧૬ વર્ષ પછી ભારત લાવવામાં આવ્યો છે. અને તેને હાઈકોર્ટે ૧૮ દિવસની એનઆઈએની કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. હવે તપાસ એજન્સી આરોપી સાથે ૨૦૦૮ના હુમલા વિશે પૂછપરછ કરશે. આરોપીને અમેરિકાથી ભારત લાવવાનું ઓપરેશન જેટલું સંવદેનશીલ હતું, તેટલું મોંઘુ પણ હતું.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, તહવ્વુર રાણાને અમેરિકાના મિયામીથી ભારત લાવવા માટે એક લક્ઝરી ચાર્ટર પ્લેન ગુલ્ફ સ્ટ્રેમ જી-૫૫૦ નો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના પ્રતિ કલાકનો ખર્ચ આશરે ૯ લાખ રૃપિયા છે.

આ ચાર્ટર જેટને વિએના સ્થિત એક એરક્રાફ્ટ ચાર્ટર સર્વિસ પાસેથી ભાડે લેવામાં આવ્યું હતું. બુધવારે બપોરે ૨ઃ૧૫ વાગ્યે (સ્થાનિક સમય) આ વિમાન મિયામીથી રવાના થયું અને તે જ દિવસે સાંજ ૭ વાગ્યે રોમાનિયાની રાજધાની બુખારેસ્ટ પહોંચ્યું. અહીં આશરે ૧૧ કલાકનો બ્રેક લીધા બાદ, ગુરૃવારે સવારે ૬ઃ૧૫ વાગ્યે ફરી ફરી ઉડાન ભરી આશરે ૪૦ કલાક બાદ સાંજે ૬ઃ૨૨ વાગ્યે દિલ્હીના પાલમ એરપોર્ટ પર લેન્ડ થયું હતું. અનુમાન છે કે, આ આખી મુસાફરી માટે લગભગ ૪ કરોડ રૃપિયા ખર્ચવામાં આવ્યા છે.

જોકે, સામાન્ય પરિસ્થિતિમાં મિયામીથી દિલ્હી સુધી બિઝનેસ ક્લાકની ટિકિટ આશરે ૪ લાખ રૃપિયા થાય છે. આ હિસાબથી જોઈએ તો ભારત સરકારે રાણાને લાવવા માટે લગભગ ૧૦૦ ગણા વધારે પૈસા ખર્ચ કર્યાં.

એવામાં હવે સવાલ ઊભો થાય છે કે, આખરે આટલો ખર્ચ કેમ કરવામાં આવ્યો? તેનો જવાબ છે સુરક્ષા. તહવ્વુર રાણા એક હાઈ-પ્રોફાઇલ આતંકવાદી છે અને તેના પ્રત્યાર્પણને લઈને અમેરિકા અને ભારત બંને દેશોની સુરક્ષા એજન્સીઓએ ખાસ ધ્યાન રાખ્યું. આ મામલે ચાર્ટર પ્લેનની એકમાત્ર સુરક્ષિત વિકલ્પ માનવામાં આવે છે, જેથી કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટનાથી બચાવી શકાય.

ગુરૃવારે સાંજે ૬ વાગ્યે જ્યારે ફ્લાઇટ દિલ્હી પહોંચી તો સૌથી પહેલાં એનઆઈએ ની ટીમે તહવ્વુર રાણાની ધરપકડ કરવામાં આવી અને તેની મેડિકલ તપાસ કરવામાં આવી. ત્યારબાદ તેને સીધો કોર્ટમાં લઈ જવામાં આવ્યો, જ્યાં વરિષ્ઠ વકીલ દયાન કૃષ્ણને એનઆઈએ તરફથી ૨૦ દિવસની કસ્ટડીની માંગ કરી હતી. લાંબી સુનાવણી બાદ મોડી રાત્રે કોર્ટે આરોપીની ૧૮ દિવસની કસ્ટડી મંજૂર કરી હતી. હવે તપાસ એજન્સી રાણા સાથે ૨૦૦૮માં થયેલા મુંબઈ આતંકી હુમલા સાથે પૂછપરછ કરશે. સુત્રો મુજબ પુછપરછ માટે એનઆઈએ દ્વારા ૨૬ પ્રશ્નોની એક યાદી તૈયાર કરી છે.

તહવ્વુર રાણાને જ્યારે આટલી સુરક્ષા વચ્ચે ભારત લાવવામાં આવ્યો, તો લોકોના મનમાં પ્રશ્ન થઈ રહૃાો છે કે, શું આ પ્રકારે હાફિઝ સઇદ અને દાઉદ ઇબ્રાહિમને પણ ભારત લાવવામાં આવી શકે છે? હાલ આ એક કાલ્પનિક વિચાર છે કારણ કે, પાકિસ્તાન સાથે ભારતની કોઈ પ્રત્યાર્પણ સંધિ નથી અને ત્યાંની સરકાર ખુદ આતંકવાદીઓને સંરક્ષણ આપે છે. 

તહવ્વુર રાણાએ ૨૬ નવેમ્બરના મુંબઈના આતંકી હુમલાના એક અઠવાડિયા પહેલા ૧૯ નવેમ્બર ૨૦૦૮ના દિવસે અમદાવાદની મુલાકાત લીધી હતી અને પત્ની સાથે એક હોટલમાં રોકાયો હતો. તેથી તેને અમદાવાદ પુછપરછ માટે લવાય, તેવી શકયતાઓ પણ દર્શાવાઈ રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh