Advertisement
Author: નોબત સમાચાર

હર્ષદ (ગાંધવી) પહોંચેલી શોભાયાત્રાનું મંત્રી-મહાનુભાવો દ્વારા કરાયુ સ્વાગત

માધવ૫ુર (ઘેડ)માં કૃષ્ણ-રૃક્ષ્મણી વિવાહ પછી

ખંભાળિયા તા. ૧૧ઃ ભગવાન શ્રી કૃષ્ણ અને રૃકમણીના સત્કાર સમારોહ અંતર્ગત દેવભૂમિ દ્વારકાના હર્ષદ (ગાંધવી) પહોંચેલી શોભાયાત્રાનું મંત્રી મૂળુભાઈ બેરા દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું. ભગવાન શ્રી કૃષ્ણ અને રૃકમણીજીની જાનને વધાવવા મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી.

માધવપુર ઘેડમાં ભગવાન શ્રીકૃષ્ણ તથા રુકમણીજીના વિવાહનો પ્રસંગ પૂર્ણ થતા દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણ-રુકમણીજીના સત્કાર સમારોહ શોભાયાત્રાનો આરંભ આજે થયો હતો. માધવપુર ઘેડથી હર્ષદ ગાંધવીમાં પહોચેલી શોભાયાત્રાનું રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાના સહિતના મહાનુભાવો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જાનના સ્વાગતમાં આજુબાજુના ગામમાંથી મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહૃાા હતા. ભગવાનશ્રી કૃષ્ણ અને દેવી રુક્મણીજી જાનના દર્શનનો લ્હાવો લેવા માટે લોકો આતુરતાથી રાહ જોઈ રહૃાા હતા. જાનનું ગાંધવી (હર્ષદ)માં આગમન થતા લોકો દ્વારા પારંપરિક પોશાકમાં શરણાઈ અને ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રાસ મંડળી દ્વારા નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. બહોળી સંખ્યામાં ઉપસ્થિત ભકતજનોએ ભગવાન શ્રીકૃષ્ણ અને દેવી રુક્મણીજીના આશીર્વાદ લીધા હતા.

ગાંધવીથી નીકળેલી જાનનું ગાંગળી, લાંબા, ભોગાત, કુરંગા અને બરાડીયામાં કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, માધવપુર અને ઉત્તર પૂર્વના રાજ્યો વચ્ચેનો નાતો યુગોથી લોકોના હ્ય્દયમાં છે. જે ભારતની બે સંસ્કૃતિના મિલનની મિસાલ રૃપે પ્રજ્વલી રહૃાો છે. આ નાતાનાં મૂળમાં છે ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્મણીજીના વિવાહ. આ વિવાહની યાદમાં વર્ષોથી માધવપુર ખાતે પાંચ દિવસનો મેળો યોજાય છે. જે સરકારના પ્રયાસોથી 'એક ભારત શ્રેષ્ઠ ભારત'ની ભાવનાને પ્રસરાવી રહૃાો  છે. આજના દિવસે ભગવાન કૃષ્ણ રુક્મણીજીની જાન માધવપુરથી નીકળીને દ્વારકા નગરી પહોંચી નગર યાત્રા કરી નીજ મંદિરમાં પધરામણી કરવામાં આવી હતી.

મંત્રી સાથે સ્વાગતમાં જિલ્લા કલેક્ટર રાજેશ તન્ના, જિલ્લા વિકાસ અધિકારી એ.બી.પાંડોર, અગ્રણીઓ તેમજ વિશાળ સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહૃાા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh