Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૪૦ થી ૫૦ કિ.મી.ની ઝડપે પવન સાથે વરસાદના કારણે પરિવહન-જનજીવન પ્રભાવિત
પટણા તા. ૧૧ઃ બિહારમાં તોફાની પવનો વરસાદ અને વીજળીના કારણે ભારે વિનાશ વેરાયો છે અને ૬૧ લોકોના મોત થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં, પટનામાં સૌથી વધુ ૪૨.૬ મીમી વરસાદ નોંધાયો છે. જયારે ભાગલપુરમાં ૩૬.૫ મીમી અને મધુબનીમાં ૩૬ મીમી વરસાદ પડયો છે.
છેલ્લા ૨૪ કલાકમાં બિહારમાં તોફાની પવનો, વરસાદ અને વીજળીના કારણે ભારે વિનાશ થયો છે. નાલંદા, સિવાન, સારણ, ભોજપુર, અરવાલ, ગયા, દરભંગા, જમુઈ અને સહરસા સહિત ૨૦ જિલ્લામાં ૬૧ લોકોએ જીવ ગુમાવ્યા. મોટાભાગના મૃત્યુ નાલંદામાં થયા હતા. અહીં ઝાડ પડવાથી ૨૨ લોકોએ જીવ ગુમાવ્યા છે.
સિવાનમાં વીજળી પડવાથી ચાર લોકોના સહિત વીજળી પડવાથી કુલ ૨૩ લોકોના મોત થયા હતા. નાલંદાના ઇસ્લામપુર પોલીસ સ્ટેશન વિસ્તારના બલમત બિઘા ગામમાં તોફાન અને વરસાદને કારણે એક પુલ તૂટી પડ્યો. તેની નીચે આશરો લેનારા ત્રણ લોકો તેની નીચે દટાઈ ગયા. ત્રણેય મૃત્યુ પામ્યા.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુરુવારે ૪૦ થી ૫૦ કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહૃાો હતો. જો વરસાદની વાત કરીએ તો, પટનામાં સૌથી વધુ ૪૨.૬ મીમી વરસાદ નોંધાયો હતો. અહીં તોફાન અને વરસાદને કારણે વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. નાલંદાના ઇસ્લામપુરમાં પુલ તૂટી પડવાથી વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો.
અરવલમાં ધોરીમાર્ગ પર એક વિશાળ ઝાડ પડી જવાથી કલાકો સુધી ટ્રાફિક ખોરવાયો હતો. ગયા-માનપુર રેલ્વે ટ્રેક પર શહીદ ઈશ્વર ચૌધરી હોલ્ટનો ટ્રેક્શન વાયર તૂટી ગયો અને પડી ગયો હતો. કિઉલ-ઝાઝા રેલ્વે ટ્રેક પર એક ઝાડ પડ્યું.
ખરાબ હવામાનને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ઘઉંનો પાક બરબાદ થઈ ગયો. તોફાનમાં કેરીની કળીઓ પડી ગઈ. લીચીને પણ ઘણું નુકસાન થયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે પણ ઘણાં જિલ્લાઓમાં એક કે બે જગ્યાએ ભારે પવન સાથે વરસાદ પડવાની શકયતા છે. હવામાન વિભાગે પૂર્ણિયા, કટિહાર, અરરિયા, કિશનગંજ, સુપૌલ, મધુબની, સહરસા, મધેપુરા, સીતામઢી, શિવહર, પશ્ચિમ અને પૂર્વ ચંપારણમાં વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી કરી છે.
પટનાના હવામાનની વાત કરીએ તો, આજે સવારે તડકો છે. ઠંડા પવનને કારણે તાપમાનમાં ઘટાડો થયો છે. જોકે, અહીં પણ હવામાન વિભાગે વરસાદની ચેતવણી જારી કરી છે.
આ ઉપરાંત ગયા, મુઝફ્ફરપુર, દરભંગા, ભાગલપુર, બાંકા, જમુઈ, ખગરિયા, બેગુસરાઈ, નાલંદા, નવાદા, ઔરંગાબાદ, કૈમુર, બક્સર, રોહતાસ અને ભોજપુરમાં પણ વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial