Advertisement
Author: નોબત સમાચાર

ભાણવડમાં શ્રીમદ્દ ભાગવત સપ્તાહ

ગોકુલ ગૌશાળાના લાભાર્થે

ભાણવડ તા. ૧૦ઃ ભાણવડની પૌરાણિક ગોકુલ ગૌશાળાના લાભાર્થે તા. ૨૦-૪-૨૫થી શ્રીમદ્દ ભાગવત સપ્તાહનું આયોજન વિશ્વકર્મા મંદિર, રણજીતપરા, ભાણવડમાં કરવામાં આવ્યું છે.

ગોકુલ ગૌશાળા ટ્રસ્ટી મંડળ, યુવક મંડળ તથા શુભેચ્છક મિત્ર મંડળના ઉપક્રમે યોજાનાર ભાગવત સપ્તાહમાં વ્યાસાસને ભરતભાઈ જોષી બિરાજી કથાનું રસપાન કરાવશે. કથા શ્રવણનો સમય સવારે ૯ થી ૧૨ અને બપોરે ૩ થી ૬ સુધીનો રહેશે. આ કથા શ્રવણનો લાભ લેવા મુખ્ય ટ્રસ્ટી હીરાબેન વારોતરીયા, મુકેશભાઈ સોલંકી પ્રહલાદભાઈ ભટ્ટે અનુરોધ કર્યો છે.

અત્રે ઉલ્લેખનિય છે કે ગોકુલ ગૌશાળામાં હાલ ૧૫૦ ગૌમાતા છે. ભાણવડ શહેરમાં હજી ઘણી નિરાધાર ગાયો છે, જેના નિભાવા માટે ગૌશાળામાં વિશાળ વાડો (ગોડાઉન) બનાવવાની જરૃર છે. આ ગોડાઉન સહિતના કાર્યો માટે ભાગવત સપ્તાહ યોજવામાં આવી છે. જેમાં યથાશકિત આર્થિક યોગદાન આપવા મો. ૯૦૧૬૪ ૩૯૧૮૪, ૯૪૨૬૯ ૮૧૩૪૬ અને ૯૩૭૪૧ ૯૮૩૯૮ ઉપર સંપર્ક કરવો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh